Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

મેટોડા જીઆઇડીસીમાં કારખાનામાંથી દેશી બોમ્બ મળ્યોઃ રૂરલ એસ.પી. અંતરિપ સૂદ અને બોમ્બ સ્કવોડ દોડી ગયા

સત્યા ટેકનોકાસ્ટ નામના કારખાનામાં સવારે કર્મચારીએ શંકાસ્પદ પદાર્થ જોતાં બહાર મુકી દઇ શેઠને અને પોલીસને જાણ કરીઃ બોમ્બ ડિફયુઝ કરવામાં આવ્યોઃ તપાસનો ધમધમાટ

રાજકોટઃ રાજકોટ જીલ્લાના લોધીકા તાબેના મેટોડા જીઆઇડીસીમાં ગેઇટ નં. ૨માં આવેલી સત્યા ટેકનોકાસ્ટ નામના કારખાનામાંથી દેશી બનાવટના બોમ્બ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. જાણ થતાં રૂરલ એસપી અંતરિપ સૂદ સહિતનો કાફલો બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ  સાથે પહોંચ્યો હતો. ડિટોનેટર (કૂવામાં  વપરાતા લાલ ટેટા) સાથે વાયર બાંધેલો આ દેશી બનાવટનો બોમ્બ હતો. જેને બોમ્બ સ્કવોડે ખુલ્લા પટમાં લઇ જઇ ડિફયુઝ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

સવારે આ કારખાના કર્મચારી કારખાને આવ્યા ત્યારે કોથળીમાં કંઇક શંકાસ્પદ ટેટા જેવું દેખાતા તેણે ઉઠાવીને બહાર મુકી દીધુ હતું. બાદમાં કારખાનાના માલિક અને પોલીસને જાણ કરવામાં આવતાં રૂરલ એસપી શ્રી સૂદ તથા બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડનો કાફલો પહોંચ્યો હતો. બોમ્બ સાથે બેટરી જોઇન્ટ કરેલી નહોતી. બોમ્બ કોણે આ શા માટે મુકયો? તે અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. વિશાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કારખાનામાંથી આ રીતે દેશી બોમ્બ મળતાં સમગ્ર એરિયામાં ચકચાર મચી ગઇ છે. બોમ્બ મળ્યાની વાતે સખીયા ઇન્ડસ્ટ્રીઝ પાસે લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતાં. તસ્વીરમાં દેશી બનાવટનો બોમ્બ અને તેને ડિફયુઝ કરવા માટે દુર ખુલ્લા મેદાનમાં લઇ જઇ કામગીરી શરૂ કરવામાં આવી તે દ્રશ્યો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

(11:16 am IST)
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મિર્ઝાપુર પહોંચ્યા :બાણસાગર પરિયોજનાનો કરશે શુભારંભ:તેઓ જનસભા સંબોધિત પણ કરશે:આ પરિયોજનાથી અલ્હાબાદ અને મિર્ઝાપુરમાં સિંચાઈ વ્યવસ્થા સુધારશે બંને વિસ્તારના ખેડૂતોને મદદ મળશે:તેઓ એક પુલનું ઉદ્દઘાટન કરશે. access_time 12:49 pm IST

  • બાંગ્લાદેશે આપ્યું આશ્વાશન ;પોતાની ધરતીનો ઉપયોગ આતંકવાદ ગતિવિધિઓ માટે નહિ થવા દેશે નહીં: બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુજજમાં ખાને ભારતના ગૃહમંત્રી રાજનાથસિંહ સાથે સુરક્ષા સબંધી મુદ્દે ચર્ચા વેળાએ આ વાત કહી હતી. access_time 1:18 am IST

  • FIFA વર્લ્ડકપ 2018નો શહેનશાહ બનતું ફ્રાન્સ - ક્રોએશિયાને 4-2થી હરાવીને બીજી વખત જીત્યો ફૂટબોલ વર્લ્ડકપ access_time 10:33 pm IST