Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

આઝમગઢમાં વડાપ્રધાનએ પૂર્વાંચલ એકસપ્રેસના શિલાન્‍યાસ પ્રસંગે મોદીએ ભોજપુરી ભાષામાં સંબોધન કર્યુ હતું તેમણે આઝાદી પછી જેટલું કામ થયુ તેટલું કામ ભારતીય જનતા પાર્ટીઅે ૪ વર્ષમાં કર્યુ

 

આઝમગઢ : આઝાદગઢમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ પૂર્વાન્‍ચલ એકસપ્રેસના શિલાન્‍યાસ પ્રસંગે મોદીએ ભોજપુરી ભાષામાં સંબોધન કર્યુ હતુ તેમણે કહ્યું હતું કે આઝાદી પછી જેટલા કામ થયુ તેટલું કામ ભારતીય જનતા પાર્ટીએ ૪ વર્ષમાં કર્યુ છે.

વડાપ્રધાન મોદીએ શનિવારે મુલાયમસિંહના ગઢ પહોંચ્યા હતા. જ્યાં તેમણે પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવેનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે, ઋષિ મુનિઓની તપોભૂમિને નમન કરૂ છું. ઘણી યોજનાઓના શિલાન્યાસ કરવા શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા આઝમગઢ પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદએ કાર્યક્રમમાં બટન દબાવીને પૂર્વાંચલ એક્સપ્રેસવેનો શિલાન્યાસ કર્યો. વડાપ્રધાન મોદીએ આ દરમિયાન લોકોને ભોજપુરીમાં જ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, આપણે આ ધરતીને પ્રણામ કરીએ છીએ. તમારા બધા લોકોને ચરણસ્પર્શ કરીએ છીએ. આજે ઉત્તરપ્રદેશનાં વિકાસમાં એક નવો જ અધ્યાય જોડાયો છે. વિકાસની એક નવી ગંગા વહેશે, આ ગંગા પુર્વાંચલ એક્સપ્રેસ વે સ્વરૂપે આવી છે. 

વડાપ્રધાન મોદીએ લોકોને સંબોધિત કરતા કહ્યું કે, મને કાશીના લોકોએ પસંદ કર્યો છે અને ગત્ત વર્ષે વિકાસની યાત્રાને ગતિ આપવાનો નિર્ણય કર્યો. ગત્ત એક વર્ષમાં યોગીજીના નેતૃત્વમાં જે વિકાસ કરવામાં આવ્યો તે ખુબ જ અદ્ભુત છે. મોટા મોટા ગુનાખોરોની સ્થિતી શું છે તમને ખબર છે. ગુનાખોરી અને ભ્રષ્ટાચાર પર નિયંત્રણ કરીને યોગીજીએ પ્રદેશમાં રોકાણ લાવવાનું કામ કર્યું છે. અહી સભા સંબોધિત કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો. હતો.  ત્રણ તલાક અંગે બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ રાજનીતિક દળ ઇચ્છે છે કે ત્રણ તલાક થતો રહે, મુસ્લિમ મહિલાઓનું જીવન નર્ક બનેલું રહ્યું. જો કે હું આ રાજનીતિક દળોને સમજવાનો પ્રયાસ કરીશ.

ભાજપ સરકાર માટે દેશનો પરિવાર છે, દેશવાસીઓ જ અમારો પરિવાર છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, નવા મેડિકલ કોલેજ, એમ્સ અને બંદ પડેલા કારખાનાઓ ખોલવાનું કામ કરવામાં આવી રહ્યું છે. દેશ અને ગામમાં સ્વરાજનું આ જ સપનું મહાત્મા ગાંધઈએ જોયું હતું. બાબા સાહેબ આંબેડકરે જોયું હતું. પંડિત દિનદયાલ ઉપાધ્યાયે જોયું હતું સમતા અને સમાનતાની વાત કરનારા કેટલાક રાજનીતિક દળોએ આ લોકોનાં નામ પર માત્ર રાજનીતિનું કામ કર્યું છે. સત્ય છે કે આ દળોએ જનતા અને ગરીબોનું ભલુ નહી પરંતુ પોતાનું તથા પોતાનાં પરિવારનું ભલુ કર્યું છે. દલિતો અને ગરીબોનાં મત માંગીને તેમણે માત્ર પોતાની તિજોરીઓ જ ભરી છે. તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે જે એક બીજાને જોવા નથી માંગતા તેઓ હવે એક સાથે છે. વડાપ્રધાને કહ્યું કે, કેન્દ્ર સરકાર પાકનું લઘુતમ સમર્થન મૂલ્ય વધારીને ખેડૂતોને આપેલું વચન પુરુ કર્યું છે. જે પાકને અત્યાર સુધી સરકારો ફાઇલોમાં ફેરવતી રહી. આ નિર્ણય એનડીએ સરકારમાં લેવાઇ રહ્યા છે. 

તમામ પરિવારવાદી પાર્ટીઓ મળીને હવે તમારા વિકાસને એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે સરનામુ છે કે જો ગરીબ, ખેડૂત અને પછાત જો સશક્ત થઇ જાય તો તેમની દુકાનો બંધ થઇ જશે. એક તરફ જ્યાં કેન્દ્ર સરકાર મહિલાઓનાં જીવનને સરળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ આ તમામ દળ મળીને તેમના જીવનને સંકટમાં નાખવાના પ્રયાસો કરી રહ્યા છે. મુસ્લિમ મહિલાઓની માંગ હતી કે ત્રીપલ તલાકને બંધ કરાવવામાં આવે. વિશ્વના ઘણા મુસ્લિમ દેશોમાં તેના પર પ્રતિબંધ લગાવાયેલો છે. રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, તેમણે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે. હું તેમને પુછવા માંગુ છું કે એટલુ તો જણાવો કે મુસલમાનોની પાર્ટી માત્ર પુરૂષોની છે અથવા મહિલાઓનો પણ છે. 

વડાપ્રધાન મોદીએ કાર્યક્રમમાં બટન દબાવીને પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવેનો શિલાન્યાસ કર્યો છે. અહીં સભાને સંબોધિત કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે નાયબમુખ્યમંત્રી દિનેશ શર્માએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અહીં પુર્વાંચલની ભાગ્ય રેખા બનાવવા માટે આવ્યા છે. પૂર્વાંચલ એક્સપ્રેસવેનો શિલાન્યાસ કાર્યક્રમમાં યોગીએ કહ્યું કે, દેશને મોદીજીનું નેતૃત્વ મળ્યા બાદ લોકોને સુરક્ષા, સમૃદ્ધી અને વિકાસનો વિશ્વાસ મળ્યો છે.

યોગી આદિત્યનાથે કહ્યું કે, આ એક્સપ્રેસવે ન તો સમાજવાદનો છે ન તો કોંગ્રેસનો. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ એક્સપ્રેસવે અમેઠી, અયોધ્યા, બારાબંકી, સહિત ઘણા જિલ્લાઓને જોડવામાં આવશે. પૂર્વાંચલની લાઇફલાઇન બનશે આ એક્સપ્રેસ હાઇવે. ગત્ત સરકારે માત્ર જાતીવાદી રાજકારણ કર્યું છે.

(12:00 am IST)