Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

દેશમાં પૂરની સમસ્યાને ઘટાડવા માટે વ્યાપક અને મહત્ત્વપૂર્ણ નીતિ બનાવવા માટે લાંબા ગાળાના ઉપાયોની સમીક્ષા કરતા અમિતભાઇ

ગૃહપ્રધાને મૌસમ વિભાગ, જળશક્તિ વિભાગ, સીડબલ્યુસી અને એનડીઆરએફના સમન્વયની નવી વ્યવસ્થા અંગે કેટલાક નિર્ણય લીધા

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ  શાહે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકમાં દેશમાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ગૃહપ્રધાને મૌસમ વિભાગ, જળશક્તિ વિભાગ, સીડબલ્યુસી અને એનડીઆરએફના સમન્વયની નવી વ્યવસ્થા અંગે કેટલાક નિર્ણય લીધા.

અમિત ભાઈ શાહે દેશમાં દર વર્ષેે આવતા પૂરની સમસ્યાને ઘટાડવા માટે વ્યાપક અને મહત્ત્વપૂર્ણ નીતિ બનાવવા માટે લાંબા ગાળાના ઉપાયોની સમીક્ષા કરી હતી કેન્દ્રીય ગૃહમંત્રીએ અધિકારીઓને દેશના મુખ્ય પૂરગ્રસ્ત વિસ્તાર અને ક્ષેત્રોમાં પૂર અને જળસ્તર વધવાની આગાહી કરવા માટે સ્થાયી વ્યવસ્થા બનાવવા માટે કેન્દ્ર અને રાજ્યોની એજન્સીઓ વચ્ચે સારા તાલમેળ બનાવી રાખવાનો નિર્દેશ આપ્યો હતો.

અમિત ભાઈ શાહે જળશક્તિ મંત્રાલયને મોટા બંધોમાંથી માટી નીકાળવા માટે એક વ્યવસ્થા બનાવવાનો પ્રસ્તાવ આપ્યો, જેથી બંધોની ક્ષમતા વધારવામાં અને પૂર નિયંત્રણમાં મદદ મળી શકશે. તેમણે વીજળી પડવા અંગેની ભારતીય મૌસમ વિભાગની ચેતવણીને જુદા-જુદા માધ્યમો દ્વારા લોકો સુધી ઝડપથી પહોંચાડવા માટે તરત જ એસઓપી બનાવવા આદેશ આપ્યો. વાતાવરણની જાણકારી આપતા જુદા-જુદા મોબાઇલ એપ જેવા કે ઉમંગ, રેન એલાર્મ અને દામિની એપનો મહત્તમ પ્રચાર કરવામાં આવે, જેથી તેનો ફાયદો વધુને વધુ લોકો ઉઠાવી શકે.

દામિની એપ દ્વારા ત્રણ કલાક પહેલા વીજળી પડવાની ચેતવણી ાપવામાં આવે છે, જેથી જાનમાલનું નુકસાન ન થાય. આ પહેલા યોજાયેલી બેઠકમાં ગૃહપ્રધાનના આદેશનું પાલન કરતાં કેન્દ્રીય જલ આયોગ (સીડબલ્યુસી)એ દેશના બધા જળાશયોમાં આવનારા પાણીની પાંચ દિવસ આગોતરી આગાહી કરવાનો પ્રારંભ કરી દીધો છે. તેની સાથે પૂરનો પ્રભાવ ઘટાડવા માટે નિષ્ણાતોનું જૂથ બનાવવાની સૂુચના આપી છે, જેથી જાનમાલની હાનિ ઓછી થાય

(12:22 am IST)