Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

યોગી સરકારનો મોટો નિર્ણય : ટ્વિટરની સામે નોંધાવી FIR : મુસ્લિમ શખ્સની મારઝૂડને કોમી રંગ આપવાનો આરોપ

ગાઝિયાબાદમાં વૃદ્ધ મુસ્લિમની મારઝૂ઼ડનો મામલો : બીજા 8 લોકોને પણ આરોપી બનાવાયા

યુપી સરકારે ટ્વિટરની સાથે બીજા 8 લોકોની સામે પણ ફરિયાદ દાખલ કરાવી છે. ટ્વિટરનો આરોપ છે કે આ પ્રકારના વીડિયો પર યુપી સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. આ વીડિયોને પ્રચારિત કરાયો છે. મુસ્લિમ વ્યક્તિની મારઝૂડ઼ કરવામાં આવી અને તેની દાઢી પણ કાપી નાખવામાં આવી હોવાનો આરોપ છે. ટ્વિટર ભ્રામક ખબરોને મનીપ્યુલેટેડ કહે છે પરંતુ આ કેસમાં આવું કર્યું નથી.

રાહુલ ગાંધીએ આ ઘટનાને શરમજનક ગણાવતા કહ્યું કે હું એ માનવા તૈયાર નથી કે શ્રીરામના કોઈ ભક્ત આવું કરી શકે. આવી ક્રૂરતા માનવાથી ઘણી દૂર છે. રાહુલે કહ્યું કે આ સમાજ અને ધર્મ બન્ને માટે શરમજનક

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને રાહુલ પર પ્રહાર કર્યો. યોગીએ જણાવ્યું કે પ્રભુ શ્રીરામનો પહેલો ઉપદેશ છે સત્ય બોલવું, જે તમે જીવનમાં કદી પણ કર્યું નથી. તેમણે કહ્યું કે શરમ આવવી જોઈએ કે પોલીસ દ્વારા સાચી વાત જણાવાઈ હોવા છતાં પણ તમે સમાજમાં ઝેર ફેલાવવાનું કામ કરી રહ્યાં છો. સત્તાની લાલચમાં માનવતાને શર્મશાર કરી રહ્યાં છો. તેમણે એવું પણ કહ્યું કે યુપીની જનતાને અપનામિત કરવી, તેમને બદનામ કરવાનું છોડી દો.

(10:52 pm IST)