Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ઉત્તરાખંડ હરિદ્વાર કુંભમેળામાં કોરોના ટેસ્ટિંગમાં કરોડોનાં કૌભાંડનો પર્દાફાશઃ ખોટા નંબર-સરનામાના આધારે ટેસ્ટીંગ : એક કિટમાંથી ૭૦૦ સેમ્પલ લેવાયા

દહેરાદૂન,તા. ૧૫: હરિદ્વારામાં યોજાઇ ગયેલા કુંભમેળા દરમિયાન કોરોના ટેસ્ટિંગમાં કરોડોનું કૈભાંડ થયું હોવાનો પર્દાફાશ થયો છે. તપાસમાં જણાયું કે ખાનગી એજન્સીએ નકલી મોબાઇલ નંબરો અને સરનામાથી ટેસ્ટિંગ દર્શાવી બનાવટી રિપોર્ટ દ્વ્રારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે.

કોરોના ટેસ્ટિંગમાં કૌભાંડનો પર્દાફાશ થયો બાદ જિલ્લા સરકારી તંત્ર એકશનમાં આવી ગયું છે. તપાસમાં જણાયું કે ઓછામાં ઓછા એક લાખ નકલી ટેસ્ટ રિપોર્ટ આપ્યા. ટેસ્ટિંગનું કામ કરનારી ખાનગી લેબોરેટરીએ નકલી રિપોર્ટ આપ્યાના આરોપ બાદ સરકારે તપાસનો આદેશ આપ્યો હતો. જેમાં ખરેખર ગેરરીતિ આચરાઇ હોવાનું જાણવા મળ્યું છે.

૯ એજન્સી, ૨૨ લેબને ટેસ્ટિંગનું કામ સોંપાયું હતું

નોંધનીય છે કે હરિદ્વારમાં એકથી ૩૦ એપ્રિલ ૨૦૨૧ સુધી કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન ૯ એજન્સીઓ અને ૨૨ ખાનગી લેબ દ્વારા આશરે ચાર લાખ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં આરોપો બાદ મુખ્ય વિકાસ અધિકારી સૌરભ ગહરવારના વડપણ હેઠળની સમિતિએ તપાસ કરતા એક જ મોબાઇલ નંબર પર ૫૦થી વધુ લોકોની નોંધણી તેમજ એક એન્ટિજન કિટથી ૭૦૦ સેમ્પ્લ લીધા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.

એક જ ઘરમાંથી ૫૩૦ સેમ્પલ લેવાયા!

તપાસમાં સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે રિપોર્ટમાં દર્શાવાયેલા સરનામા અને નામ ખોટા નીકળ્યા. હરિદ્વ્રારમાં દ્યર નંબર ૫માંથી  જ આશરે ૫૩૦ સેમ્પ્લ લેવામાં આવ્યા. શું એક દ્યરમાં ૫૦૦દ્મક વધુ લોકો રહી શકે? અધિકારીએ જણાવ્યું કે ફોન નંબર પણ નકલી હતા. જેમાં કાનપુર, મુંબઇ, અમદાવાદ સહિત ૧૮ અન્ય સ્થળોના લોકોના એક જ ફોન નંબર શેર કરવામાં આવ્યા.

કુંભમેળા દરમિયાન ઉત્ત્।રાખંડ હાઇકોર્ટે દર રોજ ઓછામાં ઓછા ૫૦,૦૦૦ ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. જેને પગલે રાજય સરકારે ૯ સેમ્પલ કલેકટર્સ એજન્સીઓને ટેસ્ટિંગનું કામ સોંપ્યું હતું.

કુંભમાં નહીં ગયેલી વ્યકિતને મળ્યો નેગેટિવ

તપાસમાં જણાયું કે એજન્સીઓ દ્વ્રારા કરવામાં આવેલા એક લાખ ટેસ્ટમાંથી ૦.૧૮ ટકા પોઝિટિવ રેટ સાથે ૧૭૭ પોઝિટિવ કેસ નીકળ્યા હતા. જયારે એપ્રિલમાં હરિદ્વ્રારમાં પોઝિટિવિટી રેટ ૧૦ ટકા ઉપર ગયો હતો. દરમિયાન કુંભમેળામાં નહીં જનાર પંજાબની એક વ્યકિતને હરિદ્વાર આરોગ્ય વિભાગ તરફથી કોવિડનો નેગેટિવ રિપોર્ટ મોકલવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ થયો.

રાજય સરકાર દ્વારા ટેસ્ટિંગ એજન્સીઝને એક ટેસ્ટ માટે ૩૫૦ રૂપિયા કરતા વધુનું પેમેન્ટ કરાયું. તેથી આ કૌભાંડ કરોડોમાં હોવાનું લાગે છે. હવે રાજયના આરોગ્ય સચિવ એમિત નેગીએ તપાસમાં ભારે ગેરરીતિની નોંધ લઇ જણાવ્યું છે કે તપાસ રિપોર્ટ હરિદ્વારના ડીએમને મોકલી દેવાયો છે. ત્યાંથી ૧૫ દિવસમાં વિસ્તૃત અહેવાલ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

(4:10 pm IST)