Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

વેકસીન જાગૃતિ માટે ભાજપના ધારાસભ્યએ આપી મોબાઇલ રિચાર્જની ઓફર

ભોપાલ,તા. ૧૫ : મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના બૈરસિયામાંથી બીજેપી ધારાસભ્ય વિષ્ણુ ખત્રીએ ૧૦૦ ટકા કોરોના વેક્સિનેશન માટે અપનાવ્યો છે અનોખો ઉપાય.

પોતાના વિધાનસભા ક્ષેત્રમાં કોરોના વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા માટે ૧૦૦ ટકા વેક્સિનેશન કરાવવા પર ગ્રામપંચાયતોને ૨૦ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરનાર ધારાસભ્ય વિષ્ણુ ખત્રીએ હવે એક નવી ઘોષણા કરી છે. તેમણે ૩૦ જૂન સુધી વેક્સિન લેનાર ગામના લોકોને મોબાઈલ રિચાર્જ કરી આપવાની જાહેરાત કરી છે.

હાલ વેક્સિન લેવાને બદલે મોબાઈલ રિચાર્જ કરવાની ખબર સાંભળીને તમને નવાઈ લાગશે. પરંતુ આ વાત સત્ય છે. પરંતુ આ હકીકત છે. રાજધાની ભોપાલના બૈરસિયાના બીજેપી ધારાસભ્ય વિષ્ણુ ખત્રીએ આ જાહેરાત કરી છે કે તેમની વિધાનસભા બૈરસિયા હેઠળ આવનારી ગ્રામપંચાયતોના લોકો જો કોરોના વેક્સિન લે તો તેમને મોબાઈલ રિચાર્જ કરી આપવામાં આવશે.

ધારાસભ્ય વિષ્ણુ ખત્રી પોતાના વિધાનસભા ક્ષેત્રમાં કોરોના વેક્સિનેશનને વધારવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. થોડા દિવસો અગાઉ તેમણે આ જાહેરાત કરી હતી કે જે પણ ગ્રામપંચાયત સૌથી પહેલા ૧૦૦ ટકા કોરોના વેક્સિનેશન કરાવી લે તેમને તે ૧૦ લાખ રૂપિયા આપશે. ત્યાં જ બીજા નંબર પર આવનાર ગ્રામપંચાયતને ૭ લાખ અને ત્રીજા નંબર પર આવનાર ગ્રામપંચાયતને ૩ લાખ રૂપિયા આપવામાં આવશે. ધારાસભ્યની જાહેરાત બાદ પણ તેમના ક્ષેત્રની અમુક ગ્રામપંચાયતો એવી પણ છે જેમાં કોરોના વેક્સિનેશન ઓછુ થઈ રહ્યું છે.

(4:00 pm IST)