Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ઉત્તરપ્રદેશ બસપામાં ડખ્ખો : પક્ષે હાંકી કાઢેલા સભ્યો રચશે નવો પક્ષ

નવ વર્તમાન ધારાસભ્યો અખિલેશ યાદવને મળ્યા

નવી દિલ્હી, તા., ૧પઃ યુપીમાં ર૦રરમાં વિધાન સભાની ચુંટણી પુર્વે રાજકારણમાં  ગરમાવો આવ્યો છે. બસપામાંથી સસ્પેન્ડ ૧૧ ધારાસભ્યો એક જુથ થયા છે તેઓએ લાલજી વર્માના નેતૃત્વમાં નવો પક્ષ રચવા પણ નિર્ણય લીધો છે બસપા તા. ૯ ધારાસભ્યો જેઓ સસ્પેન્ડ થયા છે. તેઓ આજે સપાના અખિલેશ યાદવને મળ્યા હતા. બસપામાં ૧૮ ધારાસભ્યોમાંથી ૯ ને પક્ષે સસ્પેન્ડ કર્યા છે અને બેને દુર કર્યા છે.

ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયુ છે. આ યાદીમાં માયાવતીની પાર્ટી BSPના ૯ ધારાસભ્યોએ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સાથે લખનઉંમાં મુલાકાત કરી છે.

અસલમ રાઇની (ભિનગાપ્ર શ્રાવસ્તી), અસલમ અલી ચૌધરી (ઢોલાના-હાપુડ), મુજતબા સિદ્દીકી (પ્રતાપપુર-ઇલાહાબાદ), હાકિમ લાલ બિંદ (હાંડિયા-પ્રયાગરાજ), હરગોવિંદ ભાર્ગવ (સિધૌલી-સીતાપુર), સુષમા પટેલ (મુંગરા-બાદશાહપુર), વંદના સિંહ (સગડી-આઝમગઢ), રામવીર ઉપાધ્યાય (સાદાબાદ), અનિલ સિંહ (ઉન્નાવ)

આ ધારાસભ્યો અને અખિલેશ યાદવ વચ્ચે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીને લઇને ચર્ચા થઇ છે. આ તમામ ધારાસભ્ય સમાજવાદી પાર્ટીમાં સામેલ થઇ શકે છે. અખિલેશ આ પહેલા સ્પષ્ટ કરી ચુક્યા છે કે તે આવતા વર્ષે ચૂંટણીમાં બસપા અને કોંગ્રેસ જેવી મોટી પાર્ટીઓ સાથે ગઠબંધન નહી કરે, તે નાના દળોને સાથે લઇને આવશે.

ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપે અહી ૪૦૩ બેઠકમાંથી ૩૧૨ બેઠક પર જીત મેળવી હતી. સપાએ ૪૭ અને કોંગ્રેસે ૭ બેઠક જીતી હતી. માયાવતીની બસપાએ ૧૯ બેઠક જીતી હતી.

(3:58 pm IST)