Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

જાપાને ગુગલ-એપલ વિરૂધ્ધ ધોકો પછાડયોઃએન્ટી ટ્રસ્ટ નિયમોના ઉલ્લંઘન અંગે તપાસ કરશે

બન્ને કંપનીએ જાપાનનું ૯૦ ટકા બજાર કવર કર્યું છેઃ અગાઉ પણ આરોપો લાગી ચૂકયા છે

ટોકયો તા. ૧પઃ વિશ્વની દિગ્ગજ સ્માર્ટફોન નિર્માતા કંપની એપલ અને ગુગલ વિરૂધ્ધ જાપાનમાં પણ એન્ટીટ્રસ્ટ નિયમોના ઉલ્લંઘની તપાસ થશે. સરકારે તપાસ માટે સમિતિ ગઠીત કરવા આદેશ આપ્યો છે. જો સમિતિ કંપનીઓને શંકાસ્પદ ગતિવિધીમાં સામેલ થતી મેળવશે તો બંન્નેને મુશ્કેલી પડી શકે છે.

જાપાની સ્માર્ટ ફોન બજારમાં એપલ આઇઓએસ અને ગુગલ એન્ડ્રોઇડની ૯૦ ટકા ભાગીદારી છે. અમેરિકી પ્રોદ્યોગીક દીગ્ગજો વિરૂધ્ધ એન્ટી ટ્રસ્ટ નિયમોના ઉલ્લંઘનની ફરિયાદો વધી છે. આ નિયમ વેપારમાં પ્રતિસ્પર્ધાને પ્રોત્સાહન આપે છે. જેના કારણોમાં બન્ને પોતાના પ્લેટફોર્મ ઉપર વૈકલ્પીક એપ સ્ટોરની અનુમતી નથી આપતી, જેથી તેમનો એકાધિકાર છે અને ગુગલનું અન્ય કંપનીઓ સાથે સ્માર્ટફોનમાં પહેલાથી જ બ્રાઉઝરને લઇને એપ પ્લે સ્ટોર સુધી ઇન્સ્ટોલ રહે છે.

જેનો વપરાશકર્તા ઉપર પ્રભાવ ગુગલ સિવાય વિકલ્પનો રહેતો નથી. ઉપરાંત પ્રાયવસી ડાટા જેવી સર્વીસ કવોલીટીને પ્રભાવિત કરેલ. યુઝર્સના સર્ચ ડાટાને પણ અન્ય કંપનીઓ સાથે શેર કરવામાં આવે છે. અગાઉ યુરોપીય યુનીયન પણ નિયમોના ઉલ્લંઘન અંગે પણ આરોપ લગાડી ચૂકયું છે. એપલે મ્યુઝીક એપ ક્ષેત્રમાં ઇયુ બજારને આધીત રહેલ.

(3:24 pm IST)