Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ઈઝરાઈલના નવા પીએમ નફ્તાલી બેનેટએ કહ્યું - ભારત સાથેના સંબંધોને વધુ મજબુત બનાવાશે

સંબંધોને વધુ મજબુત બનાવવા માટે પ્રધાનમંત્રી મોદી સાથે કામ કરવા માટે ઉત્સુક

ઈઝરાઈલના નવા પીએમ નફ્તાલી બેનેટ ભારત સાથે સંબંધ મજબુત કરવા માંગે છે. સત્તા સંભાળ્યા બાદ નફ્તાલી બેનેટે કહ્યું કે તેઓ ભારત સાથે શાનદાર અને મધુર સંબંધોને વધુ મજબુત બનાવવા માટે પ્રધાનમંત્રી મોદી સાથે કામ કરવા માટે ઉત્સુક છે.

વડાપ્રધાન મોદીએ  PM નફ્તાલી બેનેટને અભિનંદન આપ્યા હતા, જેના જવાબમાં ઇઝરાઇલના નવા ચૂંટાયેલા વડાપ્રધાને આ નિવેદન આપ્યું હતું. ઇઝરાયલમાં 12 વર્ષ સુધી ચાલેલા બેન્જામિન નેતન્યાહુ યુગનો અંત આવી ગયો છે. હવે 8 પાર્ટીઓ સાથે ગઠબંધનની સરકાર છે.

યામિના પાર્ટીના નેતા નાફ્તાલી બેનેટે રવિવારે ઇઝરાઇલના નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. આ પ્રસંગે ભારતના વડાપ્રધાન મોદીએ તેમને અભિનંદન આપતાં કહ્યું હતું કે તેઓ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે ઉત્સુક છે. મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ઇઝરાઇલના વડાપ્રધાન બનવા બદલ નફ્તાલી બેનેટને અભિનંદન. આપણે આવતા વર્ષે આપણા રાજદ્વારી સંબંધોને સુધારવાના 30 વર્ષ પૂર્ણ કરવા જી રહ્યા છીએ અને હું આ પ્રસંગે તમને મળવાની અને બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબુત બનાવવા માટે ઉત્સુક છું.

(1:34 pm IST)