Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

કોરોનાકાળમાં વડિલો ઉપર દુઃખોનો પહાડ તૂટી પડયોઃ ૨૦.૮ ટકાએ ગુમાવ્યા પરિવારના સભ્યો અથવા મિત્રો

યોગ્ય સારવાર કે તબીબી સુવિધા હોત તો આ લોકોના જીવ બચી શકત : ૫૨.૨ ટકા વૃધ્ધોની આવકને કોરોનાએ અટકાવી : સર્વેક્ષણ

નવી દિલ્હી તા. ૧૫ : એક રિપોર્ટના જણાવ્યા મુજબ, કોરોનાના કરીને અંદાજે ૨૦.૮ ટકા વૃદ્ઘોએ તેમના પરિવારના સભ્યોએ તેમના પરિવારના સભ્યો અથવા મિત્રોનેગુમાવ્યા છેઅને તેમાંથી વધુ પડતું લોકોનુંમાનવું છે કે એક યોગ્ય ચિકિત્સા અને સ્વાસ્થ્ય માળખાકીય સુવિધાઓથી લોકોનાજીવ બચી શકત. દેશમાં ૩૫૨૬ વૃદ્ઘોનું સર્વેક્ષણ કરીને આ રિપોર્ટને તૈયાર કરવામાં આવ્યો છે.

વિશ્વ વૃદ્ઘ દુર્વ્યવહાર જાગરૂકતા દિવસનેધ્યાનમાં રાખીને 'હેલ્પએ જઇન્ડિયા'એ છ શહેરોના સર્વેક્ષણ ટારમેન્ટર કોરોના એન્ડ ધ એલ્ડરલીએ ભાર પાડ્યું છે. અધ્યયનમાં દિલ્હી, મુંબઈ, બેંગ્લુરૂ, હૈદરાબાદ, કલકતા, અને ચેન્નાઇમાં ૩૫૨૬ લોકોનો સર્વેક્ષણ કરવામાં આવ્યો. સર્વેક્ષણમાં સામેલ ૨૦.૮ ટકા લોકોને અથવા તો તેમનાપરિવારના સભ્યો મિત્રોને કોરોનાથી ગુમાવી દીધા છે. જયારે પૂછવામાં આવ્યું કે આ લોકોનાજીવ બચાવામાટે શું કરી શકાય એમ હતું. ૫૦.૮ ટકાએયોગ્ય સારવાર અને સ્વાસ્થ્ય સુવિધા, ૪૪.૪ ટકાએરસીની ઉપલબ્ધતા અને ૩૮.૭ ટકા એ સમય પર દવાઓઅને રસીની ઉપલબ્ધતા અંગે કહેવામાં આવ્યું. અંદાજે ૪૨.૧ ટકા લોકોએ કોરોના સંક્રમિત થવા પર હોસ્પિટલમાં દાખલ થવાની સૌથી વધુ ચિંતા હતી. ૩૪.૨ ટકા લોકોએ અલગ થવાથીચિંતિત હતા. એક મોટી ચિંતા આ વૃધ્ધોની બીજી નાણાંકીયનિર્ભરતા હતી. સર્વેક્ષણમાં સામેલ ૪૧.૧ ટકા લોકો તેમના પરિવારના સભ્યો પર નિર્ભર હતા.

અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે ૫૨.૨ ટકા વૃદ્ઘોની આવકને યોગ્ય પ્રભાવિત કરવામાં આવ્યું. નોકરી જવી એ (૩૪.૯ ટકા) અને પરિવારના સભ્યોના વેતનમાં ઘટાડો ૩૦.૨ ટકા તેનુંમુખ્ય કારણ છે.વૃદ્ઘો માટે મહામારી દરમ્યાન તેમનું સ્વાસ્થ્ય યોગ્ય રાખવું જરૂરી છે.

તેમાંથી ૫૨.૪ ટકા કપલ દર્દથી પીડિત હતા. જયારે૪૪.૯ તકને ચાલવામાં પરેશાની હતી. ૨૪.૪ ટકાની નજર ખરાબ હતી. અને ૧૩.૮ ટકાને યાદ રાખવામાં સમસ્યા હતી અથવા એકાગ્રતાની કમીથી પીડિત હતા.

અંદાજે ૪૩.૧ ટકા વૃદ્ઘોએ કહ્યું કે સમાજમાં વૃદ્ઘોની સાથે દુર્વ્યવહાર કાયમ છે. ૧૫.૬ ટકાએકહ્યું કે તેઓ દુર્વ્યવહારના શિકાર થયા છે. ૬૨.૧ ટકા વૃદ્ઘોએ અનુભવ્યું કે કોરોના દરમ્યાનદુર્વ્યવહારનોખતરો વધી ગયો છે. દુર્વ્યવહાર કરતા પુત્ર (૪૩.૮ ટકા) અને વહુ (૨૭.૮) હતા. જયારે૧૪.૨ ટકાએ કહ્યું કે તેમની પુત્રીએ કર્યો હતો.

(11:51 am IST)