Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

રામ મંદિર જમીન ખરીદીમાં કૌભાંડના આરોપ સામે યોગી એક્શનમાં : અધિકારીઓ પાસે માંગ્યો રિપોર્ટ

અધિકારીઓએ તેમને જમીનથી જોડાયેલા કાગળ પણ બતાવ્યા

લખનૌ : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની જમીન ખરીદીથી જોડાયેલા વિવાદ પર જિલ્લા અધિકારીઓ પાસે સમગ્ર માહિતી માંગી છે. અધિકારીઓએ તેમને જમીનથી જોડાયેલા કાગળ પણ બતાવ્યા છે. રામ મંદિર માટે ખરીદવામાં આવેલી જમીનની કિંમતને લઇને કેટલાક દિવસથી રાજકીય દળો ટ્રસ્ટ પર આરોપ લગાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વિવાદ વધતો જોઇને સીએમ યોગીએ સોમવારના અયોધ્યાના ડીએમ અને કમિશ્નર પાસે સંપૂર્ણ માહિતી માંગ હતી

  અધિકારીઓએ તેમને સમગ્ર જાણકારી આપી અને જમીનથી જોડાયેલા કાગળો બતાવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે યોગી આદિત્યનાથ જાણકારીથી સંતુષ્ટ છે. આ મુદ્દા પર શ્રીરામજન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનું કહેવું છે કે, 'આ જમીનની કિંમત 1,423 રૂપિયા પ્રતિ સ્કવેર ફૂટ છે, જે માર્કેટ રેટની તુલનામાં ઘણી ઓછી છે. સરકારી ટેક્સનો દૂરઉપયોગ ના થાય તે માટે અમે નેટ બેન્કિંગથી પૈસાની લેવડ-દેવડ કરી. જમીન કૌભાંડના આરોપો ખોટા છે.'

(11:48 am IST)