Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

હિમાચલ પ્રદેશના પ્રાગપુરમાં નવા જનઔષધિ કેન્દ્રનું ઓનલાઇન ઉદ્ઘાટન

દેશમાં ૭૮૩૬ જનઔષધિ કેન્દ્રો કાર્યરત, માર્ચ ર૦ર૪ સુધીમાં ૧૦૦૦૦ થઇ જશેઃ મંત્રી મનસુખ માંડવિયા

રાજકોટ તા. ૧પ :.. હિમાચલ પ્રદેશના પ્રાગપુર ખાતે જનઔષધિ કેન્દ્રનું (જેનરિક મેડીકલ) ઉદ્ઘાટન કર્યા બાદ દેશમાં જનઔષધિ કેન્દ્રોની સંખ્યા ૭૮૩૬ થી વધારીને ૧૦ હજાર સુધી પહોંચાડવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ જેવી વિશેષ પરિસ્થિતિમાં જન ઔષધિ કેન્દ્રો મહત્વના બની ગયા છે. હાલમાં દેશભરમાં ૭૮૩૬ જન ઔષધિ કેન્દ્રો ગરીબ અને જરૂરતમંદ લોકોની સેવા માટે અવિરતપણે રાત-દિવસ કામગીરી કરી રહ્યા છે. શ્રી માંડવીયાએ માહિતી આપી હતી કે ગણવત્તાયુકત અને વાજબી દામે દવાઓનું વેચાણ કરવા ઉપરાંત ઘણા જન ઔષધિ કેન્દ્રો લોકડાઉનના તબકકા દરમિયાન જરૂરતમંદ લોકોમાં રાશન કિટ, રાંધેલો ખોરાક, વિનામૂલ્યે દવાઓ વગેરેનું પણ વિતરણ કરી રહ્યા છે.

શ્રી મનસુખ માંડવીયાએ એવી પણ માહિતી આપી હતી કે સરકારે માર્ચ ર૦ર૪ સુધીમાં દેશમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર (પીએમબીજેકે)ની સંખ્યા ૧૦૦૦૦ ઉપર પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે. ૧૧મી જૂન, ર૦ર૧ મુજબ હાલમાં દેશમાં જન ઔષધિ કેન્દ્રની સંખ્યા ૭૮૩૬  સુધી વધારવામાં આવી છે. આ જ રીતે હિમાચલ પ્રદેશ રાજયમાં ૬૬ જન ઔષધિ કેન્દ્રો શરૂ કરાયા હોવાનું તેમણે ઉમેર્યુ હતું.

(11:47 am IST)