Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

કોરોનાની ત્રીજી લહેર પહેલાં જ દેશભરમાં અદ્યતન 50 મોડ્યુલર હોસ્પિટલ ઉભી થશે

ICU,ઓક્સિજન સપોર્ટ અને અન્ય લાઈફ સપોર્ટ સિસ્ટમની સુવિધા હશે

નવી દિલ્હી : કોરોનાની ત્રીજી લહેર અગાઉ કેન્દ્ર દ્વારા દેશભરમાં 50 મોડ્યુલર હોસ્પિટલ ઉભી કરવામાં આવનાર છે જેમાં ICU બેડ સાથે ઓક્સિજન સપ્લાઇની વ્યવસ્થા હશે. બીજી લહેર દરમિયાન ઓક્સિજન ની ઘટ ને લઈ અવ્યવસ્થા ઉભી થઇ હતી જે ન થાય તે માટે ખાસ ધ્યાન રખાશે. આ મોડ્યુલર હોસ્પિટલો હાલની સરકારી હોસ્પિટલોની નજીક જ બનાવવામાં આવશે. જેથી દર્દીઓને કોઈ તકલીફ ઉભી ન થાય જોકે, આ મોડ્યુલર હોસ્પિટલ ઉભી કરવા માટે રૂ.3 કરોડના ખર્ચ થશે જે હોસ્પિટલો 3 અઠવાડિયાંથી પણ ઓછા સમયમાં તૈયાર કરવામાં આવશે. જેમાં ICU,ઓક્સિજન સપોર્ટ અને અન્ય લાઈફ સપોર્ટ સિસ્ટમની સુવિધા હશે. આ મોડ્યુલર હોસ્પિટલોનું આયુષ્ય ઓછામાં ઓછું 25 વર્ષ છે. દુર્ઘટના સમયે આ હોસ્પિટલોને એક અઠવાડિયામાં ગમે ત્યાં શિફ્ટ પણ કરી શકાય છે. આ પ્રકારની દેશભર માં 3 મહિનામાં જ 50 મોડ્યુલર હોસ્પિટલ બનાવવાનો પ્લાન છે જેમાં એક હોસ્પિટલનો ખર્ચ 3 કરોડ થશે.

કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલાં કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે અને આરોગ્યની માળખાગત સુવિધાને તાત્કાલિક મજબૂત બનાવવાની યોજના ઘડી કાઢવમાં આવી છે. કેન્દ્ર આગામી 3 મહિનામાં દેશભરમાં 50 મોડ્યુલર હોસ્પિટલ બનાવશે, જેમાં ICU બેડ સાથે ઓક્સિજન સપ્લાઇની વ્યવસ્થા છે. આ હોસ્પિટલ ની વેલીડિટી 25 વર્ષની છે અને દુર્ઘટના વખતે આ હોસ્પિટલોને એક અઠવાડિયામાં ગમે તે જગ્યા એ ફેરવી શકાય છે.
આ હોસ્પિટલમાં 100 બેડવાળી હોસ્પિટલ હશે તેમજICU માટે અલગથી ઝોન હશે તથાએવી સરકારી હોસ્પિટલોમાં જ્યાં વીજળી, ઓક્સિજન અને પાણીની વ્યવસ્થા હશે, ત્યાં બનાવવામાં આવશે

(11:33 am IST)