Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

કોરોનાના ડેલ્ટા વેરિએન્ટનો કહેર : બ્રિટન સહિત અનેક દેશોમાં પાછું ફર્યું લોકડાઉન

યુકેમાં સંક્રમક ડેલ્ટા વેરિએન્ટને લઇને ચેતવણી જારી કરાઇ : યુરોપમાં ડેલ્ટા મૂળિયા મજબૂત કરવા તૈયાર

લંડન તા. ૧૫ : કોરોના વાયરસના ડેલ્ટા વેરિએન્ટે દુનિયાના અનેક દેશોમાં ડર પેદા કરી રહ્યો છે. જેના કારણે યુરોપ સહિત અનેક દેશોમાં લોકડાઉનનું સંકટ તોળાઈ રહ્યું છે. કેમ કે બ્રિટન સહિત અનેક યુરોપીય દેશોમાં પ્રતિબંધોમાં છૂટ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે.  પરંતુ વિશેષજ્ઞોની ચેતવણી બાદ આને ટાળવાની તૈયારી છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને યુકેના અધિકારીઓએ વધારે સંક્રમક ડેલ્ટા વેરિએન્ટને લઈને ચેતવણી જારી કરી છે. સાથે કહ્યુ કે યૂકેમાં ૯૦ ટકા નવા કોરોના મામલા માટે ડેલ્ટા વેરિએન્ટની જવાબદારી છે.  ત્યારે સ્પેનમાં મૈડ્રિડના ઉપ સ્વાસ્થ્ય પ્રમુખ એન્ટાનિયો જાપાટેરોએ કહ્યું છે કે ડેલ્ટા વેરિએન્ટ ૬થી ૭ અઠવાડિયાથી દેશોમાં સંક્રમણનું સૌથી મોટુ કારણ રહેશે.

ડબ્લ્યૂએચઓએ ગુરૂવારે ચેતવણી આપતા કહ્યુ હતું કે ડેલ્ટા વેરિએન્ટ સમગ્ર યુરોપમાં મોટા મૂળિયા મજબૂત કરવા તૈયાર છે. કેમ કે ડર્ઝનો  દેશ કોરોના પ્રતિબંધોમાંથી છૂટ આપવા જઈ રહ્યા છે.  તેવામાં કોરોનાનો આ વેરિએન્ટ નવા કેસોમાં વૃદ્ઘિ કરી શકે છે. એટલા માટે તેને ટાળવો પડશે. યુરોપમાં ડબ્લ્યૂએચઓના ક્ષેત્રીય નિર્દેશક હૈંસ કલૂજે કહ્યુ કે ડેલ્ટા વેરિએન્ટ (બી.૧૬૧૭.૨) કેટલીક રસીથી બચવા માટે સક્ષમ છે. ૬૦ વર્ષથી વધારે ઉંમરના લોકો માટે આ મોટુ સંકટ પૈદા કરી શકે છે.

કોરોનાના ડેલ્ટા વેરિએન્ટના સંકટને જોતા બ્રિટનમાં લોકડાઉનના પ્રતિબંધોને વધારે ચાર અઠવાડિયા સુધી લંબાવાયું છે. ૨૧ જૂને ખતમ થનારૂ લોકડાઉન હવે ૧૯ જુલાઈએ ખતમ થશે.

ફ્રાન્સમાં ડેલ્ટાનો પહેલો કેસ ૨૯ એપ્રિલે મળ્યો. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે દક્ષિણી ફ્રાન્સના બચેસ ડૂ રોને અને લોત એત ગારોએ ૩ લોકોમાં આ વાયરસની પુષ્ટિ થઈ છે. ત્રણેયે ગત વર્ષ ભારતનો પ્રવાસ કર્યો હતો.

ઝિમ્બામ્બેમાં ૧૨ જૂને ડેલ્ટા વેરિએન્ટ બાદ ૧૨ જૂન સુધી લોકડાઉનની જાહેરાત કરાઈ. શ્રીલંકામાં ૮મેએ ડેલ્ટા વેરિએન્ટ મળતા કેસ વધ્યા. એપ્રિલ બાદ કેસમાં અધધ વધારો થયો. ચીનના ગ્વાનઝોઉમાં ૨૧મેથી અત્યાર સુધીમાં ૧૦૦થી વધારેમાં ડેલ્ટાનું સંક્રમણ જોવા મળ્યું.

સાઈપ્રસે કોરોનાના ડેલ્ટાના પ્રસારને અટકાવવા માટે ગત ૨ અઠવાડિયાથી ભારતમાં આવનારા કોઈ પણ લોકો પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ સાઈપ્રસના નાગરિકો અને તેમના પરિવારો, યુરોપીય સંઘના નાગરિકો અને સાઈપ્રસમાં સ્થાયી રુપથી રહેનારા વિદેશી નાગરિકો પર લાગૂ નહીં થાય.

ડેલ્ટા વેરિએન્ટ સૌથી પહેલા સપ્ટેમ્બરમાં ભારતમાં મળ્યો હતો. અત્યાર સુધીમાં તે ૫૩ થી વધારે દેશોમાં ફેલાઈ ચૂકયો છે.

(10:25 am IST)