Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

બ્રિટનમાં નવા વાયરસ ' ‘મંકીપૉક્સ’ એ દેખા દીધી : લોકોમાં ભારે ફફડાટ

નોર્થ વેલ્સમાં એક જ પરિવારના બે લોકો આ વાયરસની ચપેટમાં આવતા તંત્રમાં ભાગદોડ

હવે બ્રિટનમાં એક નવો વાયરસ સામે આવ્યો છે. આ વાયરસનું નામ ‘મંકીપૉક્સ’ છે. બ્રિટનના નોર્થ વેલ્સમાં એક જ પરિવારના બે લોકો આ વાયરસની ચપેટમાં આવતા તંત્રમાં ભાગદોડ જોવા મળી રહી છે. જો કે, અધિકારીઓએ જણાવ્યુ છે કે, સામાન્ય લોકોમાં આ વાયરસનું જોખમ ઓછું છે.

બ્રિટનમાં ‘મંકીપૉક્સ’નામના એક નવો વાયરસ સામે આવતા તંત્રમાં ચિંતા જોવા મળી હતી. જો કે, સ્વાસ્થય અધિકારીઓએ દાવો કર્યો છે કે, આ વાયરસ બ્રિટેનમાં આવ્યો છે. બ્રિટિશ ન્યુઝ વેબસાઈટના રિપોર્ટના પ્રમાણે, પબ્કિલ હેલ્થ વેલ્સે જણાવ્યું છે કે આ બન્ને વ્યક્તિ યુકેની બહારથી સંક્રમિત થયા હશે. જો કે, આ કેસ સામને આવ્યા પછી કોન્ટૈક્ટ ટ્રેસિંગ શરુ કરવામાં આવ્યું છે.

WHO ના પ્રમાણે, મંકીપૉક્સ પશુઓમાંથી માણસોમાં ફેલાય છે. આ રોગ વધારે પશ્નિમી અને મધ્યમ આફ્રિકામાં ફેલાય છે અને ત્યાથી જ બીજા હિસ્સાઓમાં ફેલાય છે. આ રોગ પશુઓના સીધા સંપર્કમાં આવતા લોકોમાં સૌથી વધારે ફેલાય છે. આ રોગમાં સ્મોલપૉક્સ એટલે ચેચકના જેવા સમાન લક્ષણો હોય છે. આ રોગમાં તાવ,માથુ દુખવું,કમરમાં દુખાવો થવો, માંસપેશીઓ જકડી જાય અને શરીરમાં કમજોરી આવવાથી આના લક્ષણો દેખાય છે.

(12:00 am IST)