Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

આતંકવાદથી છુટકારો મેળવવા અમિતભાઇ શાહનું મોટું પગલું : નવું ટેરર મોનિટરિંગ ગ્રુપ બનાવવાનો નિર્ણંય

સીઆઇડીના એડિશનલ ડીજીપીને આ ગ્રુપના ચેરમેન બનાવાયા

નવી દિલ્હી :જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હવે આતંકવાદની કમ્મર તોડવાનો મોટી કાર્યવાહી હાથ ધરશે  ગૃહ મંત્રાલયે એક નવું ટેરર મોનિટરિંગ ગ્રુપ બનાવવાનો નિર્ણય કર્યો છે. આતંકવાદથી છુટકારો મેળવવા માટે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત ભાઈ શાહે મોટું પગલું ભર્યુ છે. હવે જમ્મુ-કાશ્મીરનાં આતંકી પ્રવૃત્તિઓ અને તેનાં પોષણ માટે મળતું ફંડ જેવી ગતિવીધીઓ પર ખાસ નજર રાખવામાં આવશે.

  કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ પર મોટો પ્રહાર કરવાની તૈયારી કરી છે. જે માટે તાજેતરમાં જ એક નવા ટેરર મોનિટરિંગ ગ્રુપની રચના કરવામાં આવી છે. જે માટે તાજેતરમાં જ એક નવા ટેરર મોનિટરિંગ ગ્રુપની રચના કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર સીઆઇડીના એડિશનલ ડીજીપીને આ ગ્રુપના ચેરમેન બનાવાયા છે

(10:52 pm IST)