Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ગુજરાતની 2 બેઠકો સહિત રાજ્યસભાની 6 બેઠકો માટે 5મી જુલાઈએ ચૂંટણી યોજાશે

ગુજરાતની અમિતભાઇ શા અને સ્મૃતિ ઇરાનીની સીટ ખાલી :બિહારથી રવિશંકર પ્રસાદ અને ઓરિસ્સાથી ત્રણ બેઠક માટે મતદાન

નવી દિલ્હી ;ગુજરાતની બે સહીત રાજ્યસભાની છ બેઠક  માટે 5મી જુલાઈએ ચૂંટણી યોજાશે ચૂંટણીપંચ દ્વારા જાહેર થયેલ કાર્યક્રમ મુજબ  બિહાર, ઓડિસા અને ગુજરાતની ખાલી પડેલી છ બેઠકો પર પેટાચૂંટણી થશે. જેમાં બિહારથી એક, ગુજરાતમાંથી બે અને ઓડિસામાંથી ત્રણ બેઠકો ખાલી થઇ છે.

  ગુજરાતથી અમિતભાઈ  શાહ, સ્મૃતિ ઇરાની, જ્યારે બિહારથી રવિશંકર પ્રસાદ અને ઓડિસાથી બીજદના અચ્યુતાનંદ સામાંત લોકસભાના સભ્ય બન્યા છે. જ્યારે ઓડિસાથી રાજ્યસભા સભ્ય પ્રતાપ કેશરી દેબને વિધાનસભા સભ્ય પંસદ કરતા અને સૌમ્ય રંજન પટનાયકના રાજીનામાંના કારણે આ બેઠકો ખાલી થઇ છે. આ બેઠકો પર પેટાચૂંટણી માટે 18 જૂને માહિતી રજૂ કરતાની સાથે ચૂંટણી પ્રક્રિયાની ઔપચારિક શરૂઆત થશે

   ઉમેદવારી માટે નામાંકનની છેલ્લી તારીખ 25 જૂન હશે અને 26 જૂને નામાંકન પત્રોની તપાસ કરવામાં આવશે. નામ પરત ખેંચવાની છેલ્લી તારીખ 28 જૂન નક્કી કરવામાં આવી છે. જ્યારે 5 જુલાઇના રોજ સવારે 9 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે. મતદાન બાદ સાંજે પાંચ કલાકે મતગણતરી થશે. 
ગુજરાતની એક બેઠક કોંગ્રેસના ખાતમાં જવાની શક્યતાઓ છે. ભાજપે બન્ને બેઠકો પર જીત મેળવવાના તમામ પ્રયાસ કરી રહ્યું છે. જોકે ગુજરાત વિધાનસભામાં હાલના ધારાસભ્યોની ગણતરી અનુસાર એક બેઠક ભાજપને અને એક બેઠક કોંગ્રેસના ખાતામાં જઇ શકે છે. 
વિધાનસભામાં કોંગ્રેસ પાસે હાલ 72 ધારાસભ્યો છે. જ્યારે ભાજપ પાસે 100 ધારાસભ્યો છે. જ્યારે ભાજપના ચાર ધારાસભ્ય સાંસદ બનતા ભાજપનો આંકડો 100 થઇ ગયો છે. જ્યારે ભાજપે બન્ને બેઠકો જીતવા માટે 120 ધારાસભ્યોની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામાં અમિતભાઈ શાહ અને સ્મૃતિ ઇરાનીનો કાર્યકાળ 18 ઓગષ્ટ 2023 સુધી અને પ્રસાદનો કાર્યકાળ બે એપ્રિલ 2024 સુધી હતો. ત્યારે ગત વર્ષે એપ્રિલમાં બીજદ રાજ્યસભાના સભ્ય બન્યા પટનાયકે ગત છ જૂને રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું હતું.

(9:17 pm IST)