Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

પશ્ચિમ બંગાળમાં છે એમ.એસ.ધોની હોટેલ, આ ક્રિકેટરના ફેનને અહીં ફ્રીમાં ખાવાની છૂટ

રેસ્ટોરાં ધોનીને ડેડિકેટ કરી છે

કોલકતા તા.૧૫: ક્રિકેટના ફેન હો અને તમને ભુતપૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીના ચાહક ન હો એવું બને જ નહીં. પશ્ચિમ બંગાળમાં ધોનીના એક જબરા ફેને પોતાની રેસ્ટોરાનું નામ જ એમ.એસ.ધોની રાખી દીધું છે. અલીપુરદ્વારમાં શંભુ બોઝે પોતાની રેસ્ટોરાં ધોનીને ડેડિકેટ કરી છે.

નવાઇની વાત એ છે કે આ રેસ્ટોરાંમાં શંભુ પોતાના જેવા ધોનીના ચાહકોને ફ્રીમાં ભોજન આપે છે. આ દુર્ગાપૂજા વખતે રેસ્ટોરાંને બે વર્ષ પુરા થશે. અલીપુરદ્વારમાં કોઇને પણ એમ.એસ.ધોની હોટેલ વિશે પૂછો તો તરત તમને ત્યાં સુધી દોરી જઇ શકે એટલી ફેમસ છે. ૩૨વર્ષનો શંભુ ધોનીનો ડાઇ હાર્ડ ફેન છે અને કહે છે કે 'તેમના જેવું કોઇ નહીં. હું જયારથી બાળક હતો ત્યારથી તેમને પસંદ કરૃં છું. તેઓ જે રીતે ક્રિકેટ રમે છે એનાથી ખબર પડે છે કે લેજન્ડ કઇ રીતે બને છે. તેઓ મારા માટે પ્રેરણાનો સ્ત્રોત છે.'

શંભુની આ રેસ્ટોરામાં મુખ્યત્વે બંગાળી વાનગીઓ મળે છેે. રેસ્ટોરાં આમ તો ખોબા જેવડી નાની છે, પરંતુ એમાંય ચારે બાજુની દીવાલ પર ધોનીના પોસ્ટર્સ લાગેલા છે. શંભુના ઘરની પણ આ જ હાલત છે.તેના ઘરમાં પણ ઠેર-ઠેર ધોનીના મોટા પોસ્ટર્સ લગાવેલાં છે.

(3:50 pm IST)