Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

નાઇજીરિયાની આ સ્કૂલમાં ફીના બદલામાં પ્લાસ્ટિકની બોટલ્સ લેવાનું શરૂ થયું

ભુવનેશ્વર તા.૧૫: આસામમાં અત્યંગ ગરીબ વિસ્તારમાં મઝિન મુખ્તર અને પ્રતિમા શર્મા નામનું એક યુગલ અક્ષર સ્કૂલ ચલાવે છે જ્યાં અત્યંત ગરીબ બાળકો ભણે છે. આ બાળકો ફીને બદલે પ્લાસ્ટિકનો કચરો જમા કરાવે છે. આવું જ કંઇક નાઇજીરિયાના લાગોસ શહેરમાં ખૂલેલી એક સ્કૂલમાં થઇ રહ્યું છે. આ સ્કૂલે શહેરને સ્વચ્છ બનાવવા માટે બાળકોના પેરન્ટ્સ પાસેથી ફ્રી લેવાને બદલે પ્લાસ્ટિકની બોટલ લેવાની પહેલ કરી છે. બાળકો જેટલા વજનની પ્લાસ્ટિકની ચીજો લઇ આવે એના વજન જેટલી રકમ તેમની સ્કુલ-ફીમાંથી બાદ કરી દેવામાં આવે છે. આને કારણે પરિવારો પર બાળકના ભણતરનો આર્થિક બોજ પણ ઘટયો છે અને શહેરમાંથી પ્લાસ્ટિકનો કચરો પણ ઘટવા લાગ્યો છે.

(3:50 pm IST)