Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ગ્લોબલ કલર્સ એન્ડ કેમિકલ્સ દ્વારા રાજકોટમાં ડીલર્સના આંગણેથી વિદ્યાર્થીઓને નોટબુક ચોપડાનું વિતરણ

મુંબઇ સ્થિત ગ્લોબલ કલર્સ એન્ડ કેમિકલ્સ કંપની  દ્વારા રાજકોટમાં ચાર કલર તેમજ હાર્ડવેર ડીલર્સને ત્યાંથી વિદ્યાર્થીઓ માટેના ચોપડાનું વિતરણ કરાયુ હતુ. કંપની માલિક મેહુલભાઇ સચદે અને તેમના પિતાશ્રી મહેન્દ્રભાઇ સચદે તરફથી હાથ ધરાયેલ આ ભગીરથ કાર્ય અંતર્ગત વિશાલ હાર્ડવેર એન્ડ સેનેટરી વેર્સ, માટેલ હાર્ડવેર, જોહર કલર્સ અને સનશાઇન કલર્સ ખાતે કરાયેલ આ નોટબુક ચોપડા વિતરણનો ૫૦-૬૦ થી વધુ બાળકોએ લાભ લીધો હતો. તસ્વીરમાં જેન્તીભાઇ પટેલ, પ્રવિણભાઇ પટેલ, મોઇઝભાઇ, ઇલેશભાઇ લાખાણીના હસ્તે થઇ રહેલ નોટબુક વિતરણ નજરે પડે છે.

(3:51 pm IST)