Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

સરકાર LIC જેવી જનરલ ઇન્સ્યોરન્સ કંપની બનાવશે

સરકાર જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓના મર્જર બાદ નવી કંપનીને ટેકઓવર કરી શકે છે

નવી દિલ્હી, તા.૧પઃ સરકાર ન્યુ ઇન્ડિયા એસ્યોરન્સની રાહે એલઆઇસી જેવી એક વિશાળ સરકારી જનરલ ઇન્સ્યોરન્સ કંપની બનાવવા સક્રિય વિચારણા કરી રહી છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું છે કે આ અંગે ડીપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ વચ્ચે વાતચીત ચાલી રહી છે કે જેથીજનરલ ઇન્સ્યોરન્સ કંપનીની રચના અંગે તમામ શકયતાઓ ચકાસી શકાય.

હાલ ન્યુ ઇન્ડિયા એસ્યોરન્ય દેશની સૌથી મોટી જનરલ ઈન્સ્યોરન્સ કંપની છે, તેમાં ચાર એટલે કે ન્યુ ઈન્ડિયા, ઓરિયેન્ટલ, નેશનલ અને યુનાઈટેડ ઈન્ડિયા જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. સરકાર આ સંદર્ભમાં બજેટમાં દર્શાવેલ યોજના પર પણ કામ કરી શકે છે અને પાછળથી મર્જર દ્વારા બનેલ કંપનીને ન્યુ ઇન્ડિયા ટેકઓવર કરી શકે છે.

આવી યોજનાથી જનરલ ઇન્સ્યોરન્સ સેગ્મેન્ટમાં એક એવી કંપની બનશે જે સરકારી કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જેવી હશે. અધિકારીએ જણાવ્યું હતું કે આ અંગે મૂડીની જરૂરીયાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આ બધું ન્યુ ઇન્ડિયાની નાણાકીય ક્ષમતા પર આધાર રહેશે અને આ પ્રક્રિયામાં કેટલીક મૂડી ઊભી કરાશે.

ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના તાજેતરના ડેટા અનુસાર ગ્રોસ ડાયરેકટ પ્રીમિયમની દ્રષ્ટિએ મેના અંત સુધીમાં ન્યુ ઇન્ડિયાનો માર્કેટ શેર ૧૬.૮૦ ટકા હતો, જયારે અન્ય ત્રણ સરકારી વીમા કંપનીઓનો માર્કેટ શેર કુલ મળીને અંદાજે ૨૫ ટકા જેટલો થવા પામે છે અને તેના આધારે નિર્ણય લેવાશે.

(3:46 pm IST)