Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

નવજોતસિંહ સિદ્ધુએ નથી સાંભળ્યું ઉર્જા ખાતું : સીએમ કેપ્ટન અમરિંદર નારાજ : રાહુલ ગાંધીને કરશે રજૂઆત

સિદ્ધુના અડગ વલણને હાઈકમાન સામે ઉઠાવવામાં આવશે

નવી દિલ્હી :પંજાબ કેબિનેટમાં ફેરફાર બાદ પંજાબ કોંગ્રેસમાં ઘમાસાણ શરૂ થયુ છે. સીએમ કેપ્ટન અમરિંદરસિંહે નવજોતસિંહ સિદ્ધુને ઊર્જા ખાતાની ફાળવણી કર્યા બાદ હજી સુધી તેમણે ઉર્જા વિભાગની જવાબદારી સંભાળી નથી. સિદ્ધુના વલણથી સીએમ કેપ્ટન અમરિંદર નારાજ થયા છે. જેથી આ મામલે અમરિંદરસિંહ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે.

  આ મુલાકાત બાદ રાહુલ ગાંધી મહત્વનો નિર્ણય લઈ શકે છે. કેપ્ટન અમરિંદરસિંહે જણાવ્યુ હતુ કે, રાજ્યમાં ખેડૂતો વીજળીની સમસ્યાથી પરેશાન છે. અનેક વિસ્તારમાં ખેડૂતોને વીજળી મળતી નથી. જેથી સિદ્ધુના અડગ વલણને હાઈકમાન સામે ઉઠાવવામાં આવશે

  અત્રે ઉલ્લેખનીય છે કે  આ પહેલા સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. અને પંજાબની રાજકીય સ્થિતિ અંગે એક પત્ર રાહુલ ગાંધીને સોંપ્યો હતો.

(1:54 pm IST)