Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

બીસ્કેકમાં પીએમ મોદીનો ઠસ્સો : કીર્ગીસ્તાનના રાષ્ટ્રપતિએ ખુદ છત્રી પકડી:સન્માન અને જબરા સ્વાગતની ખાસ્સી ચર્ચા

મોદીને પ્રોટોકોલ તોડી મળેલા આ સમ્માનને કૂટનીતિકની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું મનાય છે

શાંઘાઈ સહયોગ સંગઠનની શાંઘાઇ સહયોગ સંગઠન(SCO)ની બેઠકમાં ભારતના પીએમ  મોદીએ પાકિસ્તાનને આતંકવાદના મુદ્દા પર ઘેર્યું છે.બિશ્કેકમાં પીએમ મોદીને મળેલા સમ્માન અને જોરદાર સ્વાગતની પણ ખાસ્સી ચર્ચા છે.એસસીઓ સંમેલન દરમ્યાન જ્યારે એક કાર્યક્રમમાં વરસાદ પડવા લાગ્યો તો સિક્યોરિટી સ્ટાફની જગ્યાએ કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ સુરોનબે જીનબેકોવે પીએમ મોદી માટે છત્રી પકડી અને તેમને કર્યક્રમના સ્થળ સુધી લઇ ગયા હતા 

આ પહેલાં ગયા સપ્તાહે શ્રીલંકા પહોંચેલા પીએમ નરેન્દ્રભાઈ  મોદીના સમ્માનમાં રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરિસેના એ છત્રી પકડી હતી. શ્રીલંકાની રાજધાની કોલંબોમાં જ્યારે પીએમ મોદી પહોંચ્યા તો તેમના નેતૃત્વ માટે હાલના રાષ્ટ્રપતિ સિરિસેના એ અન્ય અધિકારીઓની જગ્યાએ પોતે જ છત્રી સંભાળી લીધી હતી.

  વડાપ્રધાન મોદીને પ્રોટોકોલ તોડી મળેલા આ સમ્માનને કૂટનીતિકની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું મનાય છે. આપને જણાવી દઇએ કે શાંઘાઇ સહયોગ સંગઠનમાં પીએમ મોદી સિવાય પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પણ ભાગ લીધો હતો, પરંતુ બંને નેતાઓની વચ્ચે કોઇ વાતચીત થઇ નથી.

(1:39 pm IST)