Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

મેટ્રોમેન ઈ. શ્રીધરને દિલ્હીમાં મહિલાઓને મફતમાં મેટ્રો સુવિધાનો કર્યો વિરોધ : પીએમ મોદીને લખ્યો પત્ર

સિસોદિયાએ કહ્યું મેટ્રોની ફેરીમાં વધારો થશે અને ભાડામાં પણ ઘટાડો થશે.

નવી દિલ્હી : દીલ્હીના મુખ્યમંત્રી અરવીંદ કેજરીવાલે મહિલાઓ માટે મફતમાં મુસાફરીની જાહેરાત કરી છે ત્યારબાદ કેટલાંક લોકો વિરોધ કરે છે આ બાબતને લઈને મેટ્રોમેન ઈ. શ્રીધરને દિલ્હીમાં મહિલાઓને મફતમાં મેટ્રોની સુવિધા અંગે પીએમ મોદીને પત્ર લખ્યો છે

   તેમણે પત્રમાં મહિલાઓને મફતમાં મેટ્રોની સુવિધા આપવાનો વિરોધ કર્યો છે. ત્યારે આ મામલે દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં મહિલાઓને મેટ્રોમાં મફતમાં સેવાનો પ્રસ્તાવ ફાયદાકારક છે. આ યોજનાથી મેટ્રોની ફેરીમાં વધારો થશે અને ભાડામાં પણ ઘટાડો થશે.

   દિલ્હીની સરકાર મહિલાઓનું ભાડુ ચુકવે તો દિલ્હીની મેટ્રોએ આ મામલે ખુશ થવુ જોઈએ.મનીષ  સિસોદિયાએ વધુમાં જણાવ્યુ કે, દિલ્હીમાં મેટ્રો ખોટમાં ચાલી રહી છે. જે મેટ્રોની ક્ષમતા ૪૦ લાખ યાત્રીની છે તેમા માત્ર ૨૫ લાખ યાત્રીઓ મુસાફરી કરી રહ્યા છે.

(1:24 pm IST)