Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

૧૧ વર્ષ સુધી ચાલશે Xiaomi નો આ સ્માર્ટ બલ્બ, ભારતમાં વેંચાણ શરૂ

Mi LED સ્માર્ટ બલ્બ અનેક રંગોમાં સ્વિચ કરી શકે છે. આ બલ્બને એમઆઇ હોમ એપ દ્વારા પણ કન્ટ્રોલ કરી શકાય છે

નવી દિલ્હી તા. ૧પઃ શિયોમીએ Mi LED સ્માર્ટ બલ્બની ભારતમાં સેલ શરૂ કરી દીધી છે. તેની કિંમત 1299 રૂપિયા છે. એપ્રિલમાં Redmi Y3ના લોન્ચ દરમ્યાન તેની જાહેરાત કરી હતી. તે સમયે ક્રાઉડફન્ડિંગ હેઠળ આ બલ્બ  999 રૂપિયામાં ઉપલબ્ધ હતો. એ બલ્બને Mi.comની સાથે-સાથે એમેઝોન અને ફિલપકાર્ટ જેવી ઇ-કોમર્સ વેબસાઇટ દ્વારા ઓર્ડર કરી શકાય છે. વર્ષ સુધી ચાલશે. બલ્બ. Mi LED સ્માર્ટ બલ્બ અનેક રંગોમાં સ્વિચ કરી શકે છે. આ બલ્બને એમઆઇ હોમ એપ દ્વારા પણ કન્ટ્રોલ કરી શકાય છે. તેના દ્વારા બલ્બમાં કોઇપણ રંગ સિલેકટ કરી શકે છે. અને ઓન-ઓફનો ટાઇમ પણ શિડયૂલ કરી શકો છો. કંપનીએ દાવો કર્યો કે, આ બલ્બની ઉંમર ૧૧ વર્ષ છે. મતલબ કે ૧૧ વર્ષ સુધી તે ખરાબ નહીં થાય.

ખુબ ઓછો વિજળી ખર્ચ થશે. બલ્બ કુલ ૧૦ વોટનો છે, જેથી તેનો વિજળી ખર્ચ પણ ઓછો આવશે. આટલા ઓછા પાવરમાં આ 800 લ્યૂમેન બ્રાઇટનેસ ઓફર કરે છે. કંપનીનો દાવો છે કે, આ સ્માર્ટ બલ્બ તમારા લિવિંગ સ્પેસને પૂરી રીતે બદલી દેશે.

શિયોમીનો આ સ્માર્ટ બલ્બ એમેઝોન એલેકસા અને ગૂગલ આસિસ્ટન્ટને પણ સપોર્ટ કરે છે. તેની મદદથી તમે માત્ર લાઇટ ચાલુ અને બંધ તો કરી શકશો. પરંતુ સાથે બ્રાઇટનેસ અને કલર ટેમ્પ્રેચર પણ એડઝસ્ટ કરી શકશો. આ સ્માર્ટ બલ્બમાં સનરાઇઝ અને સમસેટ મોડ્સ પણ આપવામાં આવ્યા છે.

શિયોમીનું કહેવું છે કે, આ બલ્બ તેમનેWi-Fi થી પણ કનેકટ થઇ જશે. શાઓમીનો સ્માર્ટ બલ્બ તમારા મિજાજ અને જરૂરતના હિસાબે કલર બદલવાની સુવિધા આપશે. કલર પ્રોફાઇલ બદલવા સિવાય તમે લાઇટના ટેમ્પ્રેચરને પણ બદલી શકો છો.

(1:11 pm IST)