Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

LGPની ડિલરશીપ મામલે બોગસ લોકો-બોગસ એજન્સીઓ નીકળી પડીઃ સાવધાન

નકલી વેબ સાઇટ બનાવી ભોળા લોકોને છેતરે છે

મુંબઇ, તા.૧૫: ઓઈલ માર્કેટીંગ કંપનીઓ (ઓએમસીએસ) - ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ., ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.ની જાણમાં આવ્યું છે કે કેટલાક અજાણ્યા શખ્સો / બોગસ એજન્સીઓ દ્વારા વિવિધ નકલી વેબસાઈટસ બનાવવામાં આવી છે, જે છેતરપિંડીથી એલપીજી ડિસ્ટ્રીબ્યુટરશીપ્સ અને અથવા રિટેલ આઉટલેટ ડિલરશીપ્સ ઓફર કરે છે અને આ પ્રક્રિયા માટે નાણાની માંગણી કરે છે.

નિદોર્ષ અરજદારોને ભોળવવા માટે નકલી વેબસાઈટ્સની ડિઝાઈન ઓરિજીનલ વેબસાઈટસ www. lpgvitarakchayan.in અને www.petrolpumpdealerchayan.in જેવી જ રાખવામાં આવી છે.

આ નકલી વેબસાઈટ્સ દ્વારા નિર્દોષ લોકોને લક્ષ્યાંક બનાવવામાં આવે છે, અને ઓઈલ માર્કેટીંગ કંપનીઓ - ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ., હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.ના નામે નકલી ઈમેઈલ કરવામાં આવે છે. (એલપીજી ડિસ્ટ્રીબ્યુટરશીપ્સ, રિટેલ આઉટલેટ્સની ઓફર સાથે લેટરહેડ પર ઓએમસી લોગો પણ વાપરવામાં આવે છે અને ઓએમસીએસના નામે નાણાની મોટી રકમ એકત્ર કરવાં આવે છે.) આથી લોકોને જણાવવામાં આવે છે કે તેમણે ઓએમસીએસની સત્ત્।ાવાર વેબસાઈટ્સ www.lpgvitarakchayan.in એલપીજી ડિસ્ટ્રીબ્યુટરશીપ્સ માટે અને www.petrolpumpdealerchayan.inઁ રિટેલ આઉટલેટ ડિલરશીપ્સની સાચી અને સત્ત્।ાવાર માહિતી માટે વિઝિટ કરવી અને ખોટું કામ કરતા આવા તત્વોથી દૂર રહેવું.

એલપીજી ડિસ્ટ્રીબ્યુટરશીપ અને અથવા રિટેલ આઉટલેટ ડિલરશીપ અંગેનું જો આવું કોઈપણ કમ્યુનિકેશન મેળવે તો અંગત માહિતી શેર કરવી કે નાણા મોકલવા જેવા પગલા ભરતા પૂર્વે અરજદાર વ્યકિતએ પોતાની નજીકનાં સ્થળે સંબંધિત ઓઈલ કંપનીની બોનાફાઈડ ઓફિસનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે.

આ ઉપરાંત લોકો પણ જો આવું કોઈ કૃત્ય જાણમાં આવે તો પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ પણ નોંધાવી શકે છે.

કોઈપણ જાહેરક્ષેત્રની ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ એલપીજી ડિસ્ટ્રીબ્યુટર્સ અને આરઓ ડિલર્સ માટે કોઈ એજન્સી કે વ્યકિતની નિમણૂંક કરી નથી કે તેમણે પસંદગીની પ્રક્રિયાના તબક્કાઓ માટે કોઈ એજન્સી કે વ્યકિતને અધિકૃત કર્યા નથી.

પબ્લીક સેકટર ઓઈલ માર્કેટીંગ કંપનીઓ કોઈપણ વ્યકિત અથવા વ્યકિતઓનું જૂથ, એજન્સીઓ, કંપનીઓ કે જે પબ્લીક સેકટર ઓઈલ માર્કેટીંગ કંપનીઓનું પ્રતિનિધિત્વનો દાવો કરે છે તેની સાથે લેવડદેવડ કરશે તો જવાબદાર રહેશે નહીં.

વધુ માહિતી માટે સંપર્ક કરોઃ અંજલી ભાવે – ડેપ્યુટી જનરલ મેનેજર (કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ) માર્કેટીંગ ડિવિઝન, હેડ ઓફિસ, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. મુંબઈ, ફોન ૭૫૦૬૪૪૮૬૫૫.

(1:09 pm IST)