Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

મુંબઇમાં ચોમાસાની સાનુકુળ પરિસ્થિતિઃ હવામાન ખાતાએ માત્ર મેંગ્લોર સુધી ચોમાસુ જામ્યાની જાહેરાત કરી છેઃ મુંબઇમાં ચોમાસુ બેસી ગયું છે પણ સત્તાવાર જાહેરાત આજે થવાની સંભાવના

મુંબઇમાં હાલ ચોમાસુ બેસી ગયાની તમામ પરિસ્થિતિ પ્રવર્તે છે. જયારે ગઇકાલે મોડીરાત સુધી હવામાન ખાતાએ સત્તાવાર રીતે ચોમાસુ મેંગ્લોર સુધી બેસી ગયાનું જાહેર કર્યું છે. ત્યારે ઇન્ડિયન વેધરે જણાવ્યું છે કે આજે મુંબઇમાં સત્તાવાર ચોમાસુ બેસી ગયાની જાહેરાત થશે કે કેમ તે જોવાનું રહયુ પરંતુ તેમના મત મુજબ મુંબઇમાં નેત્ર્હત્વનું ચોમાસુ બેસી જ ગયું છે. જાહેરાત ભલે થાય કે નહિ. જો કે આ વર્ષે મહારાષ્ટ્રના ઇન્ટીરીયર ભાગોમાં ચોમાસુ સમયસર નથી તેમ છતા વાયુ વાવાઝોડાને દોષ દેવાય છે તે યોગ્ય નહિ હોવાનું જાણીતા વેધરએનાલીસ્ટ અક્ષય દેવરસ ટવી્ટ કરીને જણાવે છે.

શ્રી અક્ષય દેવરસ પણ ટવીટ્ કરી જણાવે છે કે કોંકણ અને મુંબઇમાં ચોમાસુ સ્પષ્ટ રીતે સક્રિય બની ગયું છે. હવાની વિવિધ પેટર્ન અને ટ્રોપોસ્ફીયર, ભેજ અને વરસાદ સહિતના માપદંડો સ્પષ્ટ દર્શાવે છે કે મુંબઇમાં ચોમાસુ બેસી ગયું છે.

(1:07 pm IST)