Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ભારતનો ઇઝરાયલ-રશિયા સાથે રક્ષા કરાર : સ્પાઇસ-2000 બોમ્બ-R73 મિસાઇલ ખરીદાશે

ઇઝરાયેલ પાસેથી 100 સ્માર્ટ સ્પાઇસ-2000 બોમ્બ અને રશિયા પાસેથી શોર્ટ રેન્જ એર ટુ એર મિસાઇલ R-73 ખરીદશે ભારત

નવી દિલ્હી :પુલવામા હુમલા બાદ ભારતીય વાયુ સેનાએ બાલાકોટમાં એરસ્ટ્રાઇક કર્યો હતો. જેમા ઇઝરાયલમાં નિર્માણ પામેલ સ્પાઇસ-2000 બોમ્બનો ઉપયોગ કર્યો હતો. હવે કેન્દ્ર સરકારે ઇઝરાયલ પાસેથી આવા 100 સ્માર્ટ સ્પાઇસ-2000 બોમ્બ ખરીદવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ રશિયા પાસેથી શોર્ટ રેન્જ એર ટુ એર મિસાઇલ R-73 ખરીદવાનો નિર્ણય લીધો છે.

  મીડિયમ રેન્જના એર ટૂ એર ગાઇડેડ મિસાઇલ પણ ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્પાઇસ-2000 અને R-3 આ બંને હથિયારોએ બાલાકોટ એરસ્ટ્રાઇકમાં મુખ્ય રોલ ભજવ્યો હતો. સ્પાઇસ-2000 એક લેજર ગાઇડેડ બોમ્બ છે જેને બંકર બસ્ટર્ડ બોમ્બ પણ કહેવામાં આવે છે.

  આ બોમ્બની ખાસિયત છે કે, તે જીપીએસનો ઉપયોગ કરી પોતાના લક્ષ્‍યને ટાર્ગેટ કરી સટીક હુમલો કરી શકે છે. બાલાકોટ એર સ્ટ્રાઇકમાં કુલ 5 સ્પાઇસ-2000 બોમ્બનો ઉપયોગ કર્યો હતો. તેનો કુલ ભાર 900 કિલોગ્રામ છે જેમા 95 કિલોગ્રામ વિસ્ફોટક રહે છે.

  R-73 શોર્ટ રેન્જ એર ટુ એર મિસાઇલ છે. જેના દ્વારા વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પડાયું હતું. એરફોર્સ માટે ડોગફાઇટ સમયે આ મિસાઇલે મહત્વનો રોલ ભજવ્યો હતો.

   સરકાર મીડિયમ રેન્જની R-77 એર ટુ એર મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા જઇ રહી છે. સ્પાઇસ-2000 બોમ્બ માટે સરકાર 300 કરોડ અને રશિયાની મિસાઇલ માટે કુલ 4000 કરોડનું બજેટ જાહેર કરી શકે છે.

(12:09 pm IST)