Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

બિહારમાં તમામ સિનિયર સિટિઝનને મળશે પેન્સન : 60 વર્ષના વૃધ્ધોને મળશે લાભ : દેશનું પ્રથમ રાજ્ય

બિહાર સરકારે યુનિવર્સલ ઓલ્ડ એજ પેન્શન સ્કીમ લોન્ચ કરી.

પટનાઃ બિહારમાં  60 વર્ષ અને તેની ઉપરનાં તમામ વૃદ્ધોને પેન્શન આપનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. બિહાર સરકારે યુનિવર્સલ ઓલ્ડ એજ પેન્શન સ્કીમ લોન્ચ કરી છે  આ અંતર્ગત 60 વર્ષ અને તેની ઉપરનાં તમામ વૃદ્ધોને 400 રૂપિયા પ્રતિમાસ પેન્શન મળશે. આ યોજનાનો લાભ તમામ જાતીઓ અને દરેક વર્ગનાં તે વૃદ્ધાને મળશે. જેને અત્યાર સુધી કેન્દ્ર અથવા તો રાજ્ય સરકાર તરફથી કોઇ જ પેન્શન નથી મળતું.

અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય રાજ્યોમાં વૃદ્ધાવસ્થા પેન્શન માત્ર બીપીએલ પરિવારો, એસ/એસટી, વિધવા મહિલાઓ અને વિકલાંગોને મળે છે. જો કે બિહારમાં દરેક પુરૂષ અથવા મહિલા કે જેની ઉંમર 60 અથવા તો તેનાંથી ઉપર છે અને તેને રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારથી અત્યાર સુધી પેન્શન ન હોતુ મળતુ તો તેઓ મુખ્યમંત્રી વૃદ્ધજન પેન્શન યોજના અંતર્ગત પેન્શનાં હકદાર થશે.

(11:56 am IST)