Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

આવી ગઈ મારૂતિ અલ્ટો CNG

નવી દિલ્હી, તા.૧પઃ  Maruti Suzuki એ ૨ મહિના પહેલા નવી ખ્શ્રદ્દં લોન્ચ કરી હતી. હવે કંપનીએ તેનું CNG મોડલ પણ બજારમાં મૂકયું છે. હવે નવી અલ્ટોના કુલ ૨ વેરિયેન્ટ LXi અને LXi (O)માં CNGનો ઓપ્શન જોવા મળશે.નવી અલ્ટો CNG ની કિંમત LXi અને LXi (O) માટે અનુક્રમે ૪.૧૧ લાખ અને ૪.૧૪ લાખ રૂપિયા છે. આ કિંમત એકસ શોરૂમ દિલ્હી મુજબ છે. અલ્ટોના આ બંને CNG વેરિયન્ટ્સની કિંમત પેટ્રોલ એન્જિનવાળા માઙ્ખડલ કરતા ૬૦ હજાર રૂપિયા વધારે છે.

નવી અલ્ટોના CNG મોડલમાં પાવર સ્ટિયરિંગ, એસી, ફ્રન્ટ પાવર વિન્ડો, સિલ્વર ઈન્ટિરિયર એકસેંટ્સ, રિટ્રેકટેબલ રિયર સીટબેલ્ટ્સ, રિયર ચાઈલ્ડ લોક જેવા વિવિધ ફીચર્સ જોવા મળશે. LXi (O)માં કો-ડ્રાઈવર એયરબેગ પણ ઉપલબ્ધ છે.નવી અલ્ટોમાં 796cc નું બીએસ૬ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિનમાં ૫-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળશે. નવી અલ્ટોની શરૂઆતની કિંમત ૨.૯૪ લાખ રૂપિયા છે. માર્કેટમાં તેની સ્પર્ધા રેનાોકિવડ જેવી ગાડીઓ સાથે છે

(11:54 am IST)