Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ખાનગી નોકરી કરતાં લોકો માટે સરકારી નોકરીઓમાં ભરતી શરુ!

કૃષી, સ્વાસ્થ્ય, એનર્જી સેકટરમાં આ પ્રકારની ભરતીઓની તૈયારી શરૂ થઈ ગઈ છે

નવી દિલ્હી, તા.૧પઃ ખાનગી સેકટરમાં કામ કરતા લોકોને નજીકના સમયમાં જ સરકારી નોકરી મળવાની શરુ થશે. કૃષી, સ્વાસ્થ્ય, એનર્જી સેકટરમાં આ પ્રકારની ભરતીઓની તૈયારી શરુ થઈ ગઈ છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ મામલે પહેલ કરતા નીતિ આયોગે યુવા પ્રોફેશનલ્સની ભરતી બહાર પાડી છે. નીતિ આયોગને ૬૦ ખાલી જગ્યાઓ માટે અંદાજે ૭૫૦૦ અરજીઓ મળી છે. આ પદો પર અરજી કરનારા ઉમેદવારો માટે મહત્ત્।મ ઉંમર મર્યાદા ૩૨ વર્ષ રાખવામાં આવી છે. સાથે જ ઉમેદવાર પાસે ૨ વર્ષનો અનુભવ પણ હોવો જરૂરી છે.

આ પદ માટે મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ, સીએ, એન્જિનિયર અને એમબીબીએસ ઉમેદવારોએ પણ અરજી કરી છે. આ પહેલા એપ્રિલમાં ૯ લોકોની સંયૂકત સચિવના પદ પર નિમણુંક કરી હતી. સંયૂકત સચિવના પદ પર મોટાભાગે આઈએએસ, આઈપીએસ અથવા તો અન્ય પ્રમુખ સેવાઓના લોકોની નિમણૂંક કરવામાં આવે છે.

સરકારી નોકરી માટે હવે પ્રાઈવેટ સેકટરના લોકોની એન્ટ્રી સરળ થઈ ગઈ છે. જેને લઈને મોટા પ્રમાણમાં ભરતીઓ શરુ થવા જઈ રહી છે. વર્તમાન સમયમાં નીતિ આયોગે ૬૦ યંગ પ્રોફેશનલ્સની ભરતી બહાર પાડી છે.

આ ભરતીમાં નીતિ આયોગ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોને અન્ય મંત્રાલયોમાં પણ રાખવામાં આવી શકે છે. આ માટે માત્ર ૨ વર્ષનો અનુભવ અને વધુમાં વધુ ૩૨ વર્ષની ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે. કૃષિ, સ્વાસ્થ્ય, ફાઈનાન્સ, એનર્જી સહિત ૨૦ ક્ષેત્રોમાં થશે નિમણૂંક. ફ્લેકસી પૂલ માટે ૫૪ ખાલી પદોની ટુંક સમયમાં જ ભરતી બહાર પડશે. ડેપ્યૂટી સેક્રેટરી, ડાયરેકટર માટે ખાનગી ક્ષેત્રમાંથી ભરતીની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. ઝ્રબ્ભ્વ્ ૪૦૦ પદો માટે ભરતીની તૈયારી કરી રહ્યું છે. મહત્વનું છે કે, બે મહિના અગાઉ જોઈન્ટ સેક્રેટરી સ્તર માટે ૯ લોકોની ભરતી કરવામાં આવી છે.(૨૩.૬)

(11:53 am IST)