Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

SCOમાં પીએમ મોદી અને ઈમરાન ખાન વચ્ચે હાય-હલ્લો

બિશ્કેક, તા.૧પઃ કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં પીએમ મોદી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન વચ્ચે અભિવાદન થયું. આ માહિતી એએનઆઈના સૂત્રો દ્વારા સામે આવી છે. સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી અને ઈમરાન ખાન વચ્ચે આ મુલાકાત એસસીઓ સમિટ દરમિયાન લીડર્સ લોન્જમાં થઈ. આ અંગે ભારત તરફથી કોઈ સત્તાવાર જાણકારી જાહેર કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પીએમ તરફથી અનેક વખત પીએમ મોદીને વાતચીતની અપીલ થઈ ચૂકી છે. જયારે ભારતનું કહેવું છે કે જયાં સુધી પાકિસ્તાન તરફથી આતંકવાદ સામે કોઈ ચોક્કસ કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યા સુધી ભારત વાતચીત નહીં કરે.

આ પહેલા ગુરુવારે મોદી અને ઈમરાન ખાન એક કાર્યક્રમમાં સાથે હતા પરંતુ બંને વચ્ચે કોઈ વાતચીત થઈ નહોતી. ભારતના વિદેશ મંત્રાલયે ગત અઠવાડિયે કહ્યું હતું કે એસસીઓ સંમ્મેલનમાં સિવાય મોદી અને પાકિસ્તાનના પીએમ વચ્ચે કોઈ દ્વિપક્ષીય બેઠકની કોઈ યોજના નથી. ત્યાર પછી ઈમરાન ખાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે ભારત અને પાકિસ્તાનના સંબંધ અત્યારે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે.

(11:51 am IST)
  • મમતા બેનર્જી ટાઢા પડયાઃ ઈજાગ્રસ્ત ડોકટરને મળવા હોસ્પિટલ જશે : પ.બંગાળના ડોકટરોની હડતાલની અસર દેશભરમાં જોવા મળી રહી છેઃ ઉલ્લેખનીય છે કે પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની અપીલ બાદ પણ ડોકટરોની હડતાલનું સમાધાન થયું નથી access_time 3:39 pm IST

  • કચ્છનું જહાજ ઓખાના અખાતમાં ડૂબી ગયુ : ૧૧ ખલાસીને બચાવી લેવાયા વાયુ વાવાઝોડામાં આ જહાજ ફસાઈ ગયાનંુ અને ડૂબી ગયાનું બહાર આવ્યુ છે access_time 6:31 pm IST

  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પુરુસોત્તમ્ભાઈ રૂપાલા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી :અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ભાગ લેવા દિલ્હી ગયા છે access_time 2:25 pm IST