Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

પશ્ચિમ બંગાળમાં ૭૦૦ ડોકટરોના રાજીનામાં: સોમવારે દેશવ્યાપી હડતાળ

આંદોલન કરી રહેલા ડોકટર્સે મમતા બેનર્જી પાસેથી કોઈપણ શરત વિના માફી માંગવાની માગણી કરી છે

નવી દિલ્હી/કોલકાતા, તા.૧પઃ પશ્ચિમ બંગાળમાં ડોકટર્સ સાથે થયેલા હિંસાના વિરોધમાં દિલ્હી મેડિકલ એસોસિયેશન (DMA) અને ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)એ પણ સમર્થન આપ્યું છે. દ્યટનાની નિંદા કરતા તેમણે ૧૭ જૂને દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. પશ્યિમ બંગાળમાં રેસીડેન્ટ ડોકટર્સ પર થયેલી હિંસા બાદ ૭૦૦થી વધારે સરકારી ડોકટરોએ રાજીનામું ધરી દીધું છે.

પશ્યિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે સમગ્ર મુદ્દા પર લ્લ્ધ્પ્ હોસ્પિટલના હડતાળ કરી રહેલા ડોકટર્સને અલ્ટીમેટમ આપ્યું ત્યારબાદ સમગ્ર મામલો વધારે મોટો બની ગયો. તેમણે હડતાળ કરેલા ડોકટર્સને કામ પર પાછા નહીં ફરવા પર એકશનનો સામનો કરવાની ધમકી આપી હતી. અલ્ટીમેટમ મળ્યા બાદ નારાજ થયેલા જૂનિયર ડોકટર્સ લડવાના મૂડમાં આવી ગયા હતા. સિનિયર ડોકટર્સે પણ પોતાનો સપોર્ટ તેમને આપ્યો હતો. ગુરુવારે ફય્લ્ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રિન્સિપાલ અને વાઈસ પ્રિન્સિપાલે રાજીનામું આપી દીધું હતું.

શુક્રવારે RG કાર મેડિકલ કોલેજના ૧૦૭ ડોકટર્સે સૌથી પહેલા રાજીનામું આપ્યું. થોડા કલાકો બાદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ૧૦૦, SSKM   દ્મક ૧૭૫, ચિત્ત્।રંજન નેશનલ મેડિકલ કોલેજમાંથી ૧૬, NRS મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાંથી ૧૦૦ અને સ્કૂલ ઓફ ટ્રોપિકલ મેડિસીનના ૩૩ ડોકટર્સે રાજીનામું આપ્યું હતું.

દેશના ૧૯ રાજયોના ડોકટર્સે મળીને ૧૭જ્રાક જૂને દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. ડોકટર્સનું એક પ્રતિનિધિ મંડળે શુક્રવારે સ્વાસ્થ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધન સાથે મુલાકાત કરીને પોતાની માગણી મૂકી છે. આ વિશે વાત કરતા ડોકટર મનુ ગૌતમે કહ્યું કે અમે દરેક વખતની જેમ આ વખતે આશ્વાસન પર ચૂપ નહીં રહી શકીએ.

આંદોલન કરી રહેલા ડોકટર્સે મમતા બેનર્જી પાસેથી કોઈપણ શરત વિના માફી માંગવાની માગણી કરી છે. પોતાની ૬ માગણીમાં ડોકટર્સે કહ્યું કે દ્યાયલ ડોકટર્સના ખબર અંતર પૂછવા હોસ્પિટલ જવું પડશે અને તેમની ઓફિસનું ઔપચારિક નિવેદન રજૂ કરીને હુમલાની નિંદા કરવી પડશે. રેસિડેન્ટ ડોકટર્સ પર હુમલો કરનારા વિરુદ્ઘ કાર્યવાહીના ઔપચારિક દસ્તાવેજ આપવાની માગણી કરી છે. તેમને ડોકટર્સ વિરુદ્ઘ બધા મામલા કોઈપણ શરત વિના પાછા લેવા પડશે. ડોકટર્સને આધારભૂત ઈન્ફ્રાસ્ટ્રકચરને  મજબૂત કરવાની માગણી સાથે તેમની સુરક્ષા માટે સશસ્ત્ર પોલીસબળને તહેનાત કરવાની માગણી કરી છે.

(11:45 am IST)