Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

" મેરા ઇન્ડિયા - ન્યુ ઇન્ડિયા " : યુ.એસ.ના ન્યુજર્સીમાં આગામી 30 તથા 31 ઓગસ્ટ અને 1 સપ્ટે 2019 દરમિયાન યોજાનારો ત્રિદિવસીય શાનદાર પ્રોગ્રામ : ભારતનો ભવ્ય ઐતિહાસિક વારસો દર્શાવતા આ પ્રોગ્રામમાં શ્રી નરેન્દ્ર મોદીની કલ્પના મુજબ દેશ ગ્લોબલ સુપર પાવર બનવા જઇ રહ્યો હોવાનો અહેસાસ કરાવાશે : સાંસ્કૃતિક , ધાર્મિક ,મ્યુઝિકલ ,તથા એજ્યુકેશનલ કાર્યક્રમોની ભરમાર સાથે ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત યાને કે ઇન્ડિયન અમેરિકન ગુજરાતી એશોશિએશનની સવારી આવી પહોંચશે

દિપ્તીબેન જાની દ્વારા , ન્યુજર્સી : " મેરા ઇન્ડિયા - ન્યુ ઇન્ડિયા ". યુ.એસ.માં આગામી 30 તથા 31 ઓગસ્ટ અને 1 સપ્ટે 2019 દરમિયાન ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત તરીકે સુવિખ્યાત ઇન્ડિયન અમેરિકન ગુજરાતી એશોશિએશનના ઉપક્રમે ઉપરોક્ત ત્રિદિવસીય પ્રોગ્રામની સવારી આવી રહી છે.
ન્યુજર્સી એક્સ્પો હોલ ,રેરિટન સેન્ટર ,એડિસન ન્યુજર્સી મુકામે યોજાનારા આ ગાલા પ્રોગ્રામમાં સાંસ્કૃતિક , ધાર્મિક , મ્યુઝિકલ , તેમજ એજ્યુકેશનલ પ્રોગ્રામની ભરમાર જોવા મળશે 
કંઈક નવું જ કરી બતાવવાની ધગશ સાથે કાર્યક્રમો રજૂ કરતા આ એશોશિએશનના આ અગાઉના 3 ગાલા પ્રોગ્રામથી આપ સહુ સુપેરે પરિચિત છો જ.જેમાં 2010 ની સાલના સ્વર્ણિમ ગુજરાત ,2013 ની સાલનાં દિવ્ય તથા ભવ્ય ગુજરાત ,અને 2016 ની સાલના ગતિશીલ ગુજરાતમાં હજારો વતન પ્રેમીઓ જોડાયા હતા.આ સફળતાને અનુલક્ષીને હવે 4 થો ગાલા પ્રોગ્રામ  " મેરા ઇન્ડિયા - ન્યુ ઇન્ડિયા " રજુ કરવાની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે.

આ પ્રોગ્રામ સફળતા પૂર્વક સંપન્ન કરાવવા  સ્પોન્સર્સ ,ગવર્મેન્ટ ઓફ ગુજરાત ,સ્થાનિક તથા પ્રાદેશિક કક્ષાના અધિકારીઓ તથા આગેવાનો ,કોમ્યુનિટી લીડર્સ ,જુદા જુદા એશોશિએશનશ ,સિનિયર્સ ,બિઝનેસ કોમ્યુનિટી ,ફેરિયાઓ ,ધાર્મિક તથા સાંસ્કૃતિક ગૃપ્સ ,તેમજ વોલન્ટિયર્સ ભાઈ બહેનો સહીત તમામ કક્ષાએથી સમર્થન મળવાનું શરૂ થઇ ગયું છે.
આ ત્રિદિવસીય કાર્યક્રમમાં ભારતના ભવ્ય ઐતિહાસિક તથા સાંસ્કૃતિક વારસાનું નિદર્શન કરાવાશે તથા વિશાળ  વસતિ ધરાવતા દેશની વિવિધતામાં જોડાયેલી એકતા થકી ભારત ગ્લોબલ સુપર પાવર બનવા જઈ રહ્યું હોવાની પ્રતીતિ કરાવાશે તથા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની કલ્પનાના ભારતની ઝાંખી કરાવવાનો પ્રયત્ન કરાશે  
ત્રિદિવસીય પ્રોગ્રામ અંતર્ગત બિઝનેસ મીટ, બૉલીવુડ નાઈટસ,સાંસ્કૃતિક કાર્યક્રમો ,સેલિબ્રિટી પરફોર્મન્સ ,ફેશન શો ,ફોક ડાન્સ,લાઈવ ગ્રુપ પરફોર્મન્સ ,મ્યુઝિકલ નાઈટ્સ,સનાતન ધર્મ સેમિનાર,કોન્ફરન્સ , ટ્રેડ શો ,તથા યોગા શિબિર સહિતના આયોજનો કરાયા છે.

આ ઐતિહાસિક તથા યાદગાર બની રહેનારા ભવ્ય પ્રોગ્રામમાં  અમો તમામ ડોનર્સ ,વ્યાવસાયિકો ,કોમ્યુનિટી અગ્રણીઓ , મીડિયા ,તથા કલાકારોને જોડાવા આમંત્રિત કરીએ છીએ.પ્રોગ્રામની સ્પોન્સરશીપ તથા વિશેષ વિગત  ફ્રેન્ડ્સ ઓફ ગુજરાતના અમેરિકા ખાતેના કોન્ટેક ન.(732) 921-2347 અથવા (732) 910-6615 દ્વારા મળી શકશે તેવું ફ્રેન્ડ્સ ઓફ ગુજરાતની યાદી જણાવે છે.

(12:00 am IST)
  • સુરતઃ એન્ટી કરપ્શનના સકંજામાં ઝડપાયેલ ભાજપના કોર્પોરેટર જયંતિ ભંડેરીનો ચોંકાવનારો વિસ્ફોટ : ભાજપના જ મોટા નેતાએ લાંચકાંડમાં ફસાવ્યા હોવાનો આરોપ મૂકયો : સુરત પંથકના એક ધારાસભ્ય સામે આંગળી ચીંધી access_time 5:47 pm IST

  • બંગાળમાં હવે કોંગ્રેસ-ટીએમસી વચ્ચે ખૂનીખેલઃ તૃણમુલના ૩ કાર્યકરોની હત્યા માટે કોંગ્રેસ ઉપર આરોપ access_time 11:44 am IST

  • મમતા બેનર્જી ટાઢા પડયાઃ ઈજાગ્રસ્ત ડોકટરને મળવા હોસ્પિટલ જશે : પ.બંગાળના ડોકટરોની હડતાલની અસર દેશભરમાં જોવા મળી રહી છેઃ ઉલ્લેખનીય છે કે પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની અપીલ બાદ પણ ડોકટરોની હડતાલનું સમાધાન થયું નથી access_time 3:39 pm IST