Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

છત્તીસગઢ પોલીસનો મહત્વપૂર્ણ નિર્ણંય : ટ્રાફિક પોલીસ-ફિલ્ડ કર્મચારીઓને એસી હેલ્મેટ અપાશે

હેલ્મેટને મોબાઇલની જેમ ચાર્જ કરીને તેનો ઉપયોગ કરી શકાય

 

છત્તીસગઢ પોલીસે મહત્વપૂર્ણ નિર્ણંય કરતા રાજ્યમાં કાળઝાળ ગરમીમાં કામ કરતી ટ્રાફિક પોલીસ અને અન્ય કર્મચારીઓને સ્વદેશી રીતે તૈયાર કરવામાં આવેલ એરકન્ડિશન્ડ (એસી) હેલ્મેટ આપવા નક્કી કર્યું છે .

 છત્તીસગઢના ડાયરેકટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) ડી.એમ.અવસ્થીએ અંગે જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે અમે એક પાઇલટ પ્રોજેકટ હેઠળ એસી હેલ્મેટનો પ્રયોગ કરીશું. એસી હેલ્મેટ ૧૦,૦૦૦ જેટલા પોલીસ કર્મીઓને ભીષણ ગરમીમાં રાહત આપશે.જો પ્રયોગ સફળ રહેશે તો પાછળથી સરકારના તમામ ફિલ્ડ કર્મારીઓને પણ અેસી હેલ્મેટ આપવાનું વિચારાશે

 . ડીજીપી અવસ્થીએ વધુમાં જણાવ્યું હતું કે ખાસ કરીને ટ્રાફિક અને સુરક્ષા ડયૂટીમાં તહેનાત કર્મચારીઓને એસી હેલ્મેટ આપવામાં આવશે. હેલ્મેટની કેવી અસર થાય છે તે ચકાસવા માટે ડીજીપી અવસ્થીએ સ્વયં હેલ્મેટ પહેરી હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે એસી હેલ્મેટ બેટરી અને ચિપથી કામ કરે છે. હેલ્મેટને આકરા તડકા અને ગરમીમાં કામ કરતા લોકો માટે ખાસ તૈયાર કરવામાં આવી છે. હેલ્મેટને મોબાઇલની જેમ ચાર્જ કરીને તેનો ઉપયોગ કરી શકાય છે.

(12:00 am IST)