Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ગોવાના કાબો-ડે-રામા બીચ ઉપર દરિયામાં ૪ ‌કિ.મી. અંદર ફસાયેલા યુવકને કોસ્ટગાર્ડની ટીમે હેલિકોપ્ટરની મદદથી બચાવ્યો

પણજીઃ ગોવાના સમુદ્રમાં લહેરોની વચ્ચે ફસાયેલા એક યુવકને ભારતીય તટરક્ષક દળ (Indian Coast Guard) દ્વારા એરલીફ્ટ કરીને બચાવવાનો વીડિયો બહાર આવ્યો છે. ગોવાના સમુદ્ર કિનારે લગભગ 4 કિમી અંદર ફસાઈ ગયેલા વ્યક્તિને કોસ્ટ ગાર્ડનીટીમે હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કર્યો હતો.

ઘટના ગોવાના જાણીતા કાબો-ડે-રામા બીચની છે. અહીં લગભગ 20 વર્ષનો એક યુવક સમુદ્રની તેજ લહેરો સાથે ખેંચાઈ ગયો હતો. લહેરોનો પ્રવાહ એટલો તેજ હતો કે તે ગણતરીની સેકન્ડમાં યુવકને કિનારાથી લગભગ 2 નોટિકલ માઈલ એટલે કે 3.7 કિમી દૂર ખેંચીને લઈ ગઈ હતી.

વીડિયોમાં જે પ્રમાણે દેખાય છે તેનાથી એવું લાગે છે કે યુવકને તરતા આવડતું હતું એટલે તે પાણીની સપાટી ઉપર હતો. દરમિયાન બીચ પર હાજર લોકોએ યુવક સમુદ્રની લહેરોમાં એક યુવક તણાઈ ગયો હોવાની સુચના કોસ્ટ ગાર્ડને આપી હતી. કોસ્ટગાર્ડે પોતાના હેલિકોપ્ટર વડે રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું.

સમાચાર એજન્સી ANI દ્વારા સમગ્ર બચાવ અભિયાનનો એક વીડિયો જાહેર કરાયો છે. જેમાં દેખાય છે કે, કોસ્ટગાર્ડની ટીમ હેલિકોપ્ટર લઈને યુવક સમુદ્રમાં જ્યાં તરી રહ્યો હતો ત્યાં પહોંચી હતી અને તેને બચાવ માટે હેલિકોપ્ટરમાંથી એક દોરડાવાળી સીડી લટકાવી હતી. યુવક સીડી પકડીને તેના પર ચડી ગયો હતો અને કોસ્ટગાર્ડની ટીમ યુવકને લઈને કિનારા પર પહોંચી હતી.

(12:00 am IST)