Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

હવે આધારકાર્ડથી મળશે રૂપિયા :દેશમાં 1 લાખથી વધુ આધારકાર્ડ આધરિત ATM મશીન લગાવવાની તૈયારી

 

નવીદિલ્હીઃ હાલમાં ATM માં ડેબિટ કાર્ડ અને ક્રેડીટ કાર્ડની મદદથી ATMમાં થી રોકડ રૂપિયા કાઢવામાં આવે છે પરંતુ હવે લોકોએ આધાર કાર્ડની મદદથી કામ કરવું પડશે. ફિનફેટ ફર્મ મહાગ્રામ ભારતમાં 1 લાખથી વધારે આધાર કાર્ડ પર આધારિત ATM મશીન લગાવવાની તૈયારી કરી રહી છે

 . પાછળનો મુખ્ય હેતુ ATMની સેવા પહોંચાડવાનો છે, જ્યાં બેંકોની ATM મશીન નથી ત્યાં લોકો આધારકાર્ડની મદદથી ઓનલાઇન ટ્રાન્જેકશન કરી શકે. ઉપરાંત આધારકાર્ડ સંચાલિત 1 લાખથી વધુ ATM તૈયાર કરવાની યોજના સરકારની વિચારણા હેઠળ જે ભવિષ્યમાં અમલી બનાવી શકાય છે.

(12:04 am IST)