Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

પત્રકાર શુજાત બુખારી હત્યાકાંડમા ચાર શંક્સ્પદના નામ ખુલ્યા :એક શંકાસ્પદની ધરપકડ

ચોથા શંકાસ્પદ શુજાત બુખારીની બોડીની પાસે જ ઉભો હતો અને ત્યાંથી પિસ્ટલ ઉઠાવીને ભાગી જાય છે

 

શ્રીનગર : જમ્મુ -કાશ્મીરના વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની હત્યા મામલે મોટો અને મહત્વનો ખુલાસો થયો છે. હત્યાકાંડમાં અત્યાર સુધી ત્રણ આતંકવાદીઓનું નામ આવી રહ્યાં હતા ત્યારે ચોથું શંકાસ્પદ નામ પણ સામે આવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, જે સ્થળ પર શુજાત બુખારીની ગોળી મારી હતી, ત્યાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ચોથો શંકાસ્પદ દેખાઇ રહ્યો છેચોથા શંકાસ્પદ શુજાત બુખારીની બોડીની પાસે ઉભો હતો અને ત્યાંથી પિસ્ટલ ઉઠાવીને ભાગી જાય છે

   શ્રીનગર પોલીસે શુક્રવારે બપોરે આતંકવાદીની શોધ કરવા માટે તેની તસ્વીર ઇશ્યું કરી હતી અને તેના માટે સામાન્ય લોકોની પણ મદદ માંગી હતી. ત્યાર બાદ તેની ઓળખ જુબેર કાદરી તરીકે થઇ છે. ચોથા શંકાસ્પદની ધરપકડ કરી લેવામાં આવી છે

  બુખારીની હત્યાના મુદ્દે ચોથા શંકાસ્પદની ધરપકડ બાદ પ્રેસ કોન્ફરન્સમાં જમ્મુ કાશ્મીર પોલીસનાં આઇજી એસપી પાનીએ કહ્યું કે, પહેલા શંકાસ્પદની તસ્વીર હાલ પબ્લિક ડોમેનમાં નથી. બીજા શંકાસ્પદની તસ્વીર પબ્લિક ડોમેનમાં નથી. સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે ત્યાં તેઓ ઉભા હતા અને હથિયાર કાઢવાના પ્રયાસ કરી રહ્યા હતા. એક સીટની રચના કરી દેવાઇ છે. તે સમયે અમે ચોથા શંકાસ્પદની રચના કરવામાં આવી. હાલનાં સમયે અમે ચોથા શંકાસ્પદની ભુમિકાની તપાસ કરી રહ્યા છે. તેઓ જ્યાં હથિયાર ઉઠાવતા અને ગાયબ થતા જોવા મ્યા હતા. શુજાત બુખારી હત્યાકાંડમાં ચોથા શંકાસ્પદની ઓળખ થઇ ચુકી છે 

(10:55 pm IST)