Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ફેબ ઇન્ડિયા ઉપર ફેક્ટરીમાં બનેલા સુતરના કપડાને ખાદીના નામે વેચી ખાદી અને ગ્રામોદ્યોગને પ૨પ કરોડનું નુકસાનઃ બોમ્બે હાઇકોર્ટમાં કેસ દાખલ

મુંબઇઃ ફેબ ઇન્ડિયા દ્વારા સુતરના કપડાને ખાદીના નામે વેચીને ખાદી અને ગ્રામોદ્યોગને પ૨પ કરોડનું નુકસાન કરાતા બોમ્‍બે હાઇકોર્ટમાં ફેબ ઇન્ડિયા વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ તરફથી કેસ લડી રહેલ લૉ ફર્મ કોચર એન્ડ કંપનીએ ફેબ ઈન્ડિયાને કહ્યું કે તેણે ખાદીટ્રેડમાર્ક હેઠળ કપડાં વેચી ખાદી આયોગને કરેલ નુકસાનની ભરપાઈ કરે.

ફેબ ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, ‘ મામલે હજુ અમને કંઈ માહિતી નથી મળી. જ્યાં સુધી સમગ્ર મામલાની જાણકારી નહીં મળે ત્યાં સુધી આ મામલે કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નહીં હોય.જણાવી દઈએ કે અગાઉ આ મામલે ફેબ ઈન્ડિયાએ કહ્યું હતું કે તેઓ તેઓ 2015થી જ ખાદી ગ્રામોદ્યોગના સંપર્કમાં છે અને આ મામલે સમાધાન માટેના પ્રયાસ કરી રહ્યા છે.

દેશમાં ખાદીના પ્રોત્સાહનનું કામ જોતી સંસ્થા ખાદી અને ગ્રામોદ્યોગનું કહેવું છે કે તેમણે ફેબ ઈન્ડિયાને બ્રાન્ડ તરીકે ખાદી વેચવાનો અધિકાર નથી આપ્યો. વધુમાં કહ્યું કે આ મામલે ફેબ ઈન્ડિયા સાથે વાતચીત થઈ રહી હતી પણ ફેબ ઈન્ડિયાએ વાતચીત દરમિયાન નક્કી કરેલ પ્રક્રિયાનું પાલન ન કરતાં આ મુદ્દો એમનો એમ જ રહી ગયો.

ઉલ્લેખનીય છે કે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગે રેમન્ડ અને અરવિંદ મિલ્સને ખાદી ટ્રેડમાર્કનો ઉપયોગ કરવાનો અધિકાર આપી દીધો છે. આયોગના ચેરમેન વિનય કુમાર સક્સેનાએ કહ્યું કે નિયમોનો ઉલ્લંઘન કરતા લોકો વિરુદ્ધ અમે આકરી કાર્યવાહી કરીશું. એમણે કહ્યું કે ગ્રમીણ કારીગરોના હિતનું ઉલ્લંઘન કરતાં કોઈ ટ્રેડમાર્ક જેવા નિયમોનું ઉલ્લંઘન નહીં કરે તો તેમની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.

(5:38 pm IST)