Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ભારતીય રેલવે કરશે જાસૂસોની નિમણૂક

'અંડર કવર' જાસૂસોની નિમણૂક કરવામાં આવશે તે સાદા કપડામાં રહેશે અને તેઓ રેલવે સ્ટેશન્સ પરની સેવા, ખોરાકની ગુણવત્ત્।ા, સ્ટાફનું વર્તન અને અન્ય સેવાઓની દેખરેખ પર ધ્યાન રાખશે

નવી દિલ્હી,તા. ૧પઃ  ભારતીય રેલવે તેની સેવાઓની ગુણવત્ત્।ા સુધારવા મોટું પરિવર્તન કરી રહી છે. ભારતીય રેલવે એ સુનિશ્યિત કરવા માગે છે કે, તેની સેવાઓ ખામીયુકત ન રહે.

ખામીયુકત સેવાઓને સુધારવા રેલવેએ શ્નઅંડર કવરલૃમાણસોને નોકરી પર રાખવાનું આયોજન કર્યું છે. આ અંગેની જાણકારી રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી.રેલવે મંત્રાલયના અધિકારીઓએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે, જે 'અંડર કવર' જાસૂસોની નિમણૂક કરવામાં આવશે તે સાદા કપડામાં રહેશે અને તેઓ રેલવે સ્ટેશન્સ પરની સેવા, ખોરાકની ગુણવત્ત્।ા, સ્ટાફનું વર્તન અને અન્ય સેવાઓની દેખરેખ પર ધ્યાન રાખશે. વધુમાં જણાવ્યું કે, નિમણૂક કરાયેલા 'અંડર કવર' કર્મચારી સામાન્ય મુસાફરોની જેમ કાર્ય કરશે પરંતુ સેવાઓ સંબંધિત તમામ જરુરી બાબતો ઉપર યોગ્ય પ્રતિસાદ આપશે.

રેલવે અધિકારીએ જણાવ્યું કે, નિમણૂક કરાયેલા શ્નઅંડર કવરલૃકર્માચારી સ્ટેશન પરથી સામાન્ય પેસેન્જરની જેમ ખોરાક ખરીદશે અને તેની ગુણવત્ત્।ા, કર્મચારીઓની વર્તણૂક, સ્ટેશન અને સ્ટોલ પર ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરશે અને તે અંગેની સ્ટાફની કામગીરીની પ્રતિક્રિયા રેલવે મંત્રાલયને આપશે. જેથી તેમાં યોગ્ય બદલાવ કરીને તેને સુધારી શકાય. પ્રવાસીઓને સારી સેવા અને ગુણવત્ત્।ા મળી રહે તે માટે રેલવેએ અનેક સેવાઓ અમલમાં મૂકવાની યોજના બનાવી છે. તે મુજબ શ્નઅંડર કવરલૃકર્મચારી વ્યકિતગત યોજનાઓ પર કાર્ય કરશે અને તેના ચોક્કસ પરિમાણો મળી રહે અને પ્રવાસીઓને તેનો લાભ મળે એ માટે સ્ટાફના કર્મચારી અને ગ્રાહકો સાથે વાતચીત કરી અને તેમના નિરીક્ષણના આધારે અહેવાલ પણ સુપરત કરશે.

(4:30 pm IST)