Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

રેલવેમાં સુવિધા સુધારવા અંડર કવર એજન્ટો રાખશે ;સાદા કપડામાં રહીને સ્ટેશન પરની સેવા,ખોરાકનો ગુણવતા અને સ્ટાફના વર્તનની રાખશે દેખરેખ

વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્કને વધારે સારું બનાવવા માટે ખામીયુક્ત સેવાઓને સુધારવા રેલવેએ ‘અંડર કવર' માણસોને નોકરી પર રાખવાનું આયોજન કર્યું છે. આ અંગેની જાણકારી રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી. આ જાસૂસો સાદા કપડામાં રહેશે અને તેઓ રેલવે સ્ટેશન્સ પરની સેવા, ખોરાકની ગુણવત્તા, સ્ટાફનું વર્તન અને અન્ય સેવાઓની દેખરેખ પર ધ્યાન રાખશે

મુસાફરોને વધુ સારી સુવિધાઓ આપવા માટે રેલવે નવી સ્કીમ અને પ્રકારો લઈને આવ્યુ છે. જેથી સ્ટેશનો અને મુસાફરો સાથે કર્મચારીઓના વ્યવહારનો રિપોર્ટ સીધો મંત્રાલયને આપી શકાય. આ અંડર કવર એજન્ટ સામાન્ય જનતાના રૂપમાં મુસાફરોને મળતી સુવિધાઓ ચેક કરશે અને પછી રિપોર્ટ કાર્ડ સીધુ મંત્રાલયને મોકલશે.

(2:43 pm IST)