Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

86 વર્ષના દૈવગોડાએ પોતાની ફિટનેસ અને કસરત ;આવાસમાં આખું જિમ પણ બનાવ્યું છે

"હું ઘણું ઓછું ખાઉં છું, દારૂ-સિગરેટ નથી પીતો, હું શાકાહારી ભોજન કરૂં છું. ઓછું સુવું છું અને રોજ વહેલી સવારે ઉઠી જાઉં છું. મને કોઇ લાલચ નથી.

બેંગ્લુરુ :પીએમ મોદીએ પોતાનો ફિટનેસ વીડિયો જારી કર્યો હતો જેમાં તેમણે કર્ણાટકના નવા સીએમ એચડી કુમારસ્વામીને ફિટનેસ ચેલેન્જ આપ્યો હતો.પરંતુ કુમારસ્વામીએ ફિટનેસ ચેલેન્જ પર પીએમનો આભાર વ્યક્ત કરતાં તેને સ્વિકારવાની ના કહી દીધી હતી.અને યોગા ટ્રેડમિલ તેની દિનચર્યાનો ભાગ હોવાનું જણાવી તેના માટે તેના રાજ્યના વિકાસની ફિટનેસ અમહત્વની હોવાનું જણાવ્યું હતું 

  સમર્થકોનું કહેવું હતું કે જો પીએમે કુમારસ્વામીને બદલે તેમના પિતા પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાને ફિટનેસ ચેલેન્જ આપી હોત તો તેમને કદાચ સારે રિસ્પોન્સ મળ્યો હોત. તમને જણાવીએ કે કુમારસ્વામીના પિતા એચડી દેવગૌડા નિયમિત કસરત કરે છે. દેવગૌડાની પાસે તેમના બેંગલુરૂ સ્થિત આવાસમાં આખું જીમ બનાવ્યું છે. 86 વર્ષના દેવગૌડા પોતાની ફિટનેસ અને કસરતથી તેમનાથી અડધી ઉંમરના લોકોને પણ પાછળ પાડી શકે છે.

  દેવગૌડા પાસે તેમનો અંગત ટ્રેનક કાર્તિક છે જે તેમને ઘણી મુશ્કેલ કસરત કરાવે છે. સવારે ઉઠતાની સાથે જ એક કલાક ટ્રેડમિલ તે પછી વેઇટ લિફ્ટીંગ, ડંબલ અને બીજી કસરત તેઓ નિયમિત કરે છે.દેવગૌડાએ કહ્યું કે તેઓ વર્ષોથી કસરત કરે છે. તેઓ પોતાની ડાયટનું પણ ખાસ ધ્યાન રાખે છે. તેમણે કહ્યું કે, "હું ઘણું ઓછું ખાઉં છું, દારૂ-સિગરેટ નથી પીતો, હું શાકાહારી ભોજન કરૂં છું. ઓછું સુવું છું અને રોજ વહેલી સવારે ઉઠી જાઉં છું. મને કોઇ લાલચ નથી.

 

(2:42 pm IST)