Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

બેન્ગલોરમાં બ્રેઇન-સર્જરી દરમ્યાન ગિટાર વગાડતો રહ્યો દરદી

બેન્ગલોર, તા.૧પઃ ગયા વર્ષે અભિષેક પ્રસાદ નામના ગિટારિસ્ટે હાથની આંગળીઓની મૂવમેન્ટમાં આવેલી સ્ટિફનેસ દૂર કરવા માટે બ્રેઇન-સર્જરી કરાવેલી. એ સર્જરી દરમ્યાન ઓપરેશન થિયેટરમાં પણ તેણે ગિટાર વગાડયું હતું. આ કેસ વિશે સાંભળીને બંગલા દેશના ઢાકામાં રહેતો તસ્કિન અલી નામનો મ્યુઝિશ્યન પણ બેન્ગલોરના ન્યુરોસજર્યન પાસે આવ્યો હતો. તેને ફોકલ હેન્ડ ડિસ્ટોનિયા નામની ન્યુરોલોજિકલ તકલીફ હોવાથી આંગળીઓની મુવમેન્ટ કરવામાં તકલીફ પડતી હતી. આ રોગને કારણે તે ગિટાર વગાડી શકતો નહોતો.

આ તકલીફ વકરી રહી હતી અને કમ્પ્યુટર કે મોબાઇલ પર ટાઇપ કરવાનું પણ બંધ થઇ ગયું હતું. તાજેતરમાં તસ્કિન અલીએ પણ બેન્ગલોરમાં ન્યુરોસર્જરી કરાવી હતી. તેના મગજમાં લગભગ ૮થી૧૦ સેન્ટિમીટર અંદર ગરબડ કરી રહેલાં ન્યુરોન્સને ડોકટરે બાળી નાખ્યા હતાં. આ સર્જરી દરમ્યાન દરદીને લોકલ  એનેસ્થેસિયા આપવામાં આવ્યો હતોે, પરંતુ તેનું મગજ સંપૂર્ણ જાગ્રત હતું. આ સર્જરીમાં દરદીને જાગતો રાખીને ચોકકસ ન્યુરોન્સ બાળવાની પ્રક્રિયા કરવી જરૂરી હતી. સર્જરી પછી તસ્કિન અલી હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે.

(2:39 pm IST)