Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

યુપીમાં યોગી સરકારનું એર ટુરિઝમ ઉપર ધ્યાન કેન્દ્રિત

દરેક શહેરને એર કનેકિટવિટીથી જોડાશે : તમામ રાજયોને એર કનેકિટવીટીથી જોડવા માટે યોજના

લખનૌ,તા. ૧૫: ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકાર એર ટ્યુરિઝમ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.યોગી સરકાર અન્ય રાજ્યોને પણ એર કનેક્ટિવિટીથી જોડી દેવા માટે આશાવાદી છે. પ્રવાસને ધ્યાનમાં લઇને યોગી સરકાર ઉત્તરપ્રદેશના દરેક મોટા શહેરને વિમાની સેવા સાથે જોડી  દેવા માટે કમર કસી ચુકી છે. આના માટે રાજ્ય સરકાર નવી સિવિલ એવિએશન પોલિસી લાવી ચુકી છે. આમાં નાના શહેરોને વિમાની સેવા સાથે જોડી દેવામાં આવનાર છે. હેલિકોપ્ટર સેવા સાથે પણ કેટલાક શહેરોને જોડવાની યોજના છે. જેમાં ધાર્મિક સ્થળો અને પ્રવાસ સ્થળોને ખાસ પ્રાથમિકતા આપવામાં આવનાર છે. જે શહેરોને વિમાની સેવા સાથે જોડી દેવામાં આવનાર છે તેમાં લખનૌ,થી આગરા, અલ્હાબાદ, રેલી, ફેઝાબાદ, મેરઠ, સહારનપુર, અલીગઢ, શ્રાવસ્તી, આજમગઢ, ઝાંસી અને ચિત્રકુટનો સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશ સરકારની સિવિલ એવિએશન પોલીસીમાં સિવિલ એવિએશન કંપનીઓને રાહત આપવામાં આવી રહી છે. એરલાઇન્સને એટીએફ વેટ પર રાહત આપવામાં આવી છે. નવી ફ્લાઇટને એર ટિકિટ પર લાગુ થતા એસજીએસટી  એક વર્ષ માટે માફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશ સરકાર મધ્યપ્રદેશ, છત્તિસગઢ, હિાર, મહારાષ્ટ્ર, પશ્ચિમ ંગાળ, ઉત્તરાખંડના પ્રમુખ શહેરોને પણ લખનૌ સાથે સીધી રીતે જોડી દેવાની યોજના ધરાવે છે. આવી સ્થિતીમાં તેમને સીધી રીતે મોટી સંખ્યામાં યાત્રી મળી શકે છે. ટ્રેન સેવા હાલ ખોરવાઇ રહી છે ત્યારે વિમાની યાત્રીઓ વધી રહ્યા છે. યુપી સરકાર ઉડ્ડયન ક્ષેત્રમાં નવી આશા ધરાવે છે.

(2:37 pm IST)