Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

હવે ફેસબુક, વોટસઅપ અને સ્કાઈપ દ્વારા અદાલતોમાં જુબાની આપી શકાશે.

પંજાબ તથા હરિયાણા હાઈકોર્ટે ન્યાય પ્રક્રિયામાં ટેકનોલોજીના પ્રયોગની દિશામાં એક પગલુ ભર્યુ

ચંડિગઢ:હવે ફેસબુક, વોટસઅપ અને સ્કાઈપ દ્વારા પણ અદાલતોમાં જુબાની આપી શકાશે.પંજાબ તથા હરિયાણા હાઈકોર્ટે ન્યાય પ્રક્રિયામાં ટેકનોલોજીના પ્રયોગની દિશામાં એક પગલુ ભર્યુ છે. હાઈકોર્ટે ફેસબુક,વોટસઅપ કે સ્કાઈપ જેવી વિડિયો ચેટ એપ્લિકેશનના માધ્યમથી અદાલતમાં જુબાની આપવાની મંજૂરી આપી દીધી છે.આ પહેલા વર્ષ 2015માં હાઈકોર્ટના જસ્ટિસ કે ક્ન્નની બેંચે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જુબાની આપવાની મંજૂરી આપી દીધી હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે વોટસઅપ કે સ્કાઈપના માધ્યમથી જુબાની આપવાની મંજુરી અમેરિકામાં રહી રહેલ સુચ્ચા સિંહને મળી છે. આ પહેલા તેને જ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જુબાની આપવાની છુટ તેમને જ મળી હતી. તકલીફ એ થઈ છે કે અમેરિકા અને ભારતના સમયમાં અંદાજે 12 કલાકનુ અંતર હોવાના કારણે સુચ્ચા સિંહ કોઈ જાહેર કાર્યાલયથી ભારતીય અદાલતમાં સમયસર જુબાની આપી શકતા ન હતા. તેથી તેમને વોટસઅપ કે સ્કાઈપના માધ્યમથી જુબાની આપવાની મંજુરી માટે અરજી કરી હતી. જેને જસ્ટીસ કુલદીપ સિંહની બેંચે સ્વિકારી લીધી છે.

  જસ્ટિસ કુલદિપ સિંહે કહ્યુ કે જ્યારે ભારતમાંદિવસ હોય છે તો અમેરિકામાં રાત હોય છે જેથી અરજી કરનારને રાતના સમયે કોઈ જાહેર કાર્યાલયથી વિડિયો કોન્ફરન્સ કરવાની મંજૂરી મળવી મુશ્કેલ છે. જેથી અરજદાર તેની સુવિધાનુસાર ફેસબુક,વોટસઅપ, સ્કાઈપ જેવી વિડિયો ચેટિંગ એપ્લિકેશનથી જુબાની આપી શકે છે.

(1:23 pm IST)