Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ખાદ્યતેલો મોંઘા થશે : આયાત ડયૂટીમાં ૧૦ ટકા વધારો કરાયો : સ્‍ટોક લિમિટ હટી

નવી દિલ્‍હી તા. ૧૫ : કપાસિયા-સિંગતેલ સહિતનાં ખાદ્યતેલ ટૂંકમાં મોંઘા થાય તેવી સંભાવનાં છે. કેન્‍દ્ર સરકારે ત્રણ મહિનમાં બીજી વાર ખાદ્યતેલની આયાત ડ્‍યૂટીમાં વધારો કર્યો છે. સરકારી નોટિફિકેશન પ્રમાણે પામતેલ સિવાયનાં તમામ ખાદ્યતેલની આયાત ડ્‍યૂટીમાં પાંચથી ૧૦ ટકાનો વધારો કર્યો છે. ડ્‍યૂટી વધારા બાદ આયાતી તેલો સરેરાશ કિલોએ બેથી પાંચ રૂપિયા મોંઘા બને તેવી સંભાવનાં છે, જેને પગલે સ્‍થાનિક તેલમાં પણ તેજીનો ચમકારો આવે તેવી સંભાવનાં છે. સરકારે આયાત ડ્‍યૂટીમાં વધારાની સાથે ખાદ્યતેલની સ્‍ટોક લિમટી પણ દૂર કરી છે, જે ૨૦૧૭માં લાદવામાં આવી હતી. જોકે ગુજરાતમાં પહેલાથી જ સ્‍ટોક લિમીટ લાગુ કરવામાં આવી નથી.

ખેડૂતોને પણ મગફળી-સોયાબીન સહિતનાં તેલીબિયાંનાં ભાવ નીચા મળી રહ્યાં હોવાથી સરકારે આયાત ડ્‍યૂટી વધારી છે. સરકારે કાચા સોયાતેલની આયાત ડ્‍યૂટી પાંચ ટકા વધારીને ૩૫ ટકા કરી છે, જયારે રિફાઈન્‍ડની ૪૫ ટકા કરી છે. પામતેલ સિવાયનાં તમામ ક્રૂડ તેલોની આયાત ઉપર હવેથી એક સમાન ૩૫ ટકા અને રિફાઈન્‍ડ ઉપર ૪૫ ટકાની ડ્‍યૂટી લાગુ પડશે. જોકે ક્રૂડ પામતેલ ઉપર ૪૪ ટકા અને રિફાઈન્‍ડ પામોલીન ઉપર ૫૪ ટકાની ડ્‍યૂટી જાળવી રાખી છે. ઉપરોક્‍ત ડ્‍યૂટી ઉપરાંત ૧૦ ટકાનો સરચાર્જ લાગતા અસરકાર કારક ડ્‍યૂટી રિફાઈન્‍ડમાં ૫૯.૫૦ ટકા અને ક્રૂડમાં ૩૮.૫૦ ટકા લાગુ પડશે.

અમદાવાદનાં ખાદ્યતેલની એક અગ્રણી વેપારીએ જણાવ્‍યું હતું કે ડ્‍યૂટી વધારા બાદ સોયાતેલની આયાત પડતર આશરે રૂા. ૩ અને સનફલાવર-રાયડાતેલની આયાત પડતરમાં રૂા. ૫થી ૬નો વધારો થયો છે. જે પ્રમાણે ડબ્‍બા દીઠ આશરે રૂા. ૪૫થી ૭૫નો વધારો થાય તેવી ધારણાં છે. આયાતી તેલો વધશે તો કપાસિયા તેલ અને સિંગતેલનાં ભાવમાં વધારો થશે તેવી પૂરી સંભાવનાં છે.

સોફટ તેલની વિક્રમી આયાત

સોલવન્‍ટ એક્‍સટ્રેકટર્સ એસોસિએશન ઓફ ઈન્‍ડિયાનાં આંકડાઓ પ્રમાણે મે મહિનામાં ખાદ્યતેલની આયાત ગત વર્ષની તુલનાએ સાત ટકા ઘટીને ૧૨.૮૬ લાખ ટનની થઈ છે, પરંતુ ઈતિહાસમાં પ્રથમવાર પામતેલની તુલનાએ બાકીનાં તેલ એટલે કે સોયાતેલ-સનફલાવર તેલની આયાત વધી છે. કુલ તેલમાં આ તેલનો હિસ્‍સો ૬૦ ટકાનો રહ્યો છે. જયારે સનફલાવરની મે મહિનામાં ૩ લાખ ટનની અત્‍યાર સુધીની સર્વાધીક માસિક આયાત થઈ છે.

ખાદ્યતેલની આયાત ડ્‍યૂટીનો વધારો (ટકામાં)

ખાદ્યતેલ

માર્ચ/૧૮ ૧૪ /જૂન/૧૮

સરચાર્જ   નેટ ડ્‍યૂટી

 

 

ક્રૂડ પામતેલ

૪૪.૦૦

૪૪.૦૦

૧૦.૦૦

૪૮.૪૦

રિફા.પામોલીન

૫૪.૦૦

૫૪.૦૦

૧૦.૦૦

૫૯.૪૦

ક્રૂડ સનફલાવર

૨૫.૦૦

૩૫.૦૦

૧૦.૦૦

૩૮.૫૦

ક્રૂડ સોયાબીન

૩૦.૦૦

૩૫.૦૦

૧૦.૦૦

૩૮.૫૦

ક્રૂડ રાયડો

૨૫.૦૦

૩૫.૦૦

૧૦.૦૦

૩૮.૫૦

રિફા.સનફલાવર

૩૫.૦૦

૪૫.૦૦

૧૦.૦૦

૪૯.૫૦

રિફા.સોયાતેલ

૩૫.૦૦

૪૫.૦૦

૧૦.૦૦

૪૯.૫૦

રિફા.રાયડાતેલ

૩૫.૦૦

૪૫.૦૦

૧૦.૦૦

૪૯.૫૦

(12:37 pm IST)