Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

CM કેજરીવાલના ધરણાનો પાંચમો દિવસ

IASની હડતાળ ખતમ કરવા PMને કરી અપીલ

નવી દિલ્હી તા. ૧૫ :દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરશવદ કેજરીવાલની ધરણાંનો આજે પાંચમો દિવસ છે. ત્રણ માગ સાથે કેજરીવાલ એલજી હાઉસમાં હડતાળ પર ઉતર્યા છે. તેમણે ઉપરાજયપાલ અનિલ બૈજલ વિરૂદ્ઘ મોરચો માંડયો છે.

જયારે આ મુદ્દે કેજરીવાલે પીએમ મોદીનો પત્ર કરીને અપીલ કરી છે કે દિલ્હીમાં ચાલી રહેલી આઈએએસ અધિકારીઓની હડતાળને ખતમ કરવામાં આવે. આ અધિકારીઓ પર સીધુ કેન્દ્ર સરકાર અને એલજીનું નિયત્રંણ હોવાથી હડતાળ ખતમ કરવામાં આવે. તેમની સાથે મનીષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈન પણ ભૂખ હડતાળ પર છે.

તો કેજરીવાલે પીએમ મોદીને પત્ર લખીને અપીલ કરી છે કે, છેલ્લા ત્રણ મહિનાથી દિલ્લીના આઈએએસ અધિકારીઓ હડતાળ પર છે. તેઓએ મંત્રીઓની તમામ બેઠકોમાં આવવાનું બંધ કરી દીધું છે. જેનાથી દિલ્લીના કામ ખોરંભે ચઢયા છે. ભારતના ઇતિહાસમાં આ અધિકારીઓની પહેલી હડતાળ છે કે જેને ત્રણ મહિના થઈ ગયા. જેથી હવે આ હડતાળને જલદીથી ખતમ કરવા માટે પીએમ મોદીને કેજરીવાલે અપીલ કરી છે.

(11:59 am IST)