Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

GST: નાના વેપારીઓને રાહતઃ ૧૦૦૦ થી ઓછું પણ રિફન્ડ મળી શકશેઃ નિર્ણય

જીએસટી રિફન્ડ રૂ. ર૦,૦૦૦ કરોડનું અટકયું છે

નવી દિલ્હી તા. ૧પઃ કેન્દ્ર-રાજય સરકારો જી.એસ.ટી.માં વેપારીઓને એક હજારથી ઓછી કમ પણ રીફંડ કરશે. આના લીધે નાના વેપારીઓને રાહત થશે. જી.એસી.ટી. રીફંડ માટે ૧ જુનથી કેન્દ્ર અને રાજયોમાં ઝુંબેશ ચાલી રહી છે.

યુપી, ઉત્તરાખંડ અને બિહારમાં રાજય જીએસટીના નાના રીફંડો શરૂ થઇ ગયા છે. જયારે કેન્દ્રીય સ્તરે આ પ્રસ્તાવ ટુંક સમયમાં જીએસટી પરિષદ સમક્ષ મુકાહે. વેપારીઓને રીટર્ન ભરવા પ્રોત્સાહન આપવાના હેતુથોી આ કસરત થઇ રહી છે. યુપીમાં જ જીએસટીમાં વેપારીઓના ૮૦ કરોડ રૂપીયા સલવાયા છે. એડીશ્નલ કમીશ્નર વિવેકકુમારે બધભા ઝોનલ એડીશ્નલ કમીશ્નરોને આદેશ આપ્યો છે કે એક હજારથી ઓછા રીફંડની યાદી બનાવી તાત્કાલીક પૈસા પાછા આપવામાં આવે.

કેન્દ્ર સરકારનું કહેવું છે કે ૧૪ હજાર કરોડ રીફંડ આપવાના હતા જેમાંથી સાત હજાર કરોડ અપાઇ ગયા છે. બાકીના રીફંડ રોકાવાનું મોટું કારણ વેપારીઓ દ્વારા બીલ કે અન્ય દસ્તાવેજોમાં થયેલ ગરબડ છે.

(11:58 am IST)