Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

યુનિવર્સિટી અને કોલેજમાં હવે અધ્યાપક બનવું મુશ્કેલ :કેન્દ્ર સરકારે બનાવ્યા નવા માપદંડ

એપીઆઇમાં બદલાવ કોલેજો અને યુનિવર્સિટીમાં ભરતી માટેની નવા નિયમો આવશે

નવી દિલ્હી, તા. ૧પ :કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે જેમાં હવે યુનિવર્સિટીઓમાં અધ્યાપક બનવા માટે phd  ડીગ્રી ફરજીયાત કરી છે. ભારત સરકારે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સંશોધનક્ષેત્રે પ્રોત્સાહન અને ગુણવતા સુધારવા માટે પ્રથમવાર કોલેજો અને યુનિવર્સિટીઓમાં અધ્યાપક ભરતી માટે નિયમો નિર્ધારીત કર્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા અધ્યાપકોની ભરતી માટે બનાવવામાં આવેલ નિયમોમાં ખાસ કરીને કોલેજોમાં અધ્યાપકોના પ્રમોશન માટે રિસર્ચ નહીં કરવું પડે, પરંતુ છાત્રોને વધુ સુશિક્ષિત કરવાનું રહેશે.

માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકર મુજબ ર૦ર૧-રર વર્ષ માટે યુનિવર્સિટીમાં આસીસ્ટન્ટ પ્રોફસેરની ભરતી માટે phd  અનિવાર્ય રહેશે. જયારે કોલેજમાં પહેલાની જેમ જ ભરતી માટે નેટ અને માસ્ટર ડીગ્રીને આધાર ઉપર અધ્યાપક બની શકશે, પરંતુ કોલજેમાં આસીસ્ટન્ટ પ્રોફેસર પદ પર ફરજ બજાવતા અધ્યાપકના પ્રમોશન માટે phd જરૂરી રહેશે.

નવી નીતિ અનુસાર ઓલ્મ્પીક, એશીયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારાઓ માટે વિશેષ વર્ગ બનાવવામાં આવ્યા છે જેમાં આસીસ્ટન્ટ ડાયરેકટર, કોલેજ ડાયરેકટર, ફીઝીકલ એજયુકેશન, સ્પોટર્સ અને ડેપ્યુ ડાયરેકટર ફીઝીકલ એન્જયુકેશન તરીકે ભરતી કરવામાં આવશે.

(11:57 am IST)