Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ઇદ નિમિત્તે BSNLએ લોન્‍ચ કર્યો નવો પ્‍લાન : આપશે ૩૦૦ જીબી ડેટા

૧૫૦ દિવસની વેલિડિટી

નવી દિલ્‍હી તા. ૧૫ : જિયો આવ્‍યા બાદ ટેલિકોમ સેક્‍ટરમાં ભારે હરીફાઈ શરૂ થઈ ગઈ છે. ઈદના તહેવાર પર ટેલિકોમ સેક્‍ટરની સરકારી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ ૭૮૬ રૂપિયાવાળો એક નવો પ્‍લાન લોન્‍ચ કર્યો છે. આ પ્‍લાન અંતર્ગત ગ્રાહકોને અનલિમિટેડ ફ્રી કોલિંગ, ફ્રી રોમિંગ જેવી સુવિધાઓ મળશે. STV786 નામના આ પ્‍લાનમાં ગ્રાહકોને 300GB 2G/3G ડેટાની સાથે ૧૫૦૦૦ એસએમએસ પણ આપવામાં આવશે.

જણાવી દઈએ કે ૭૮૬ રૂપિયાના રિચાર્જ પર ગ્રાહકોને દરરોજ ૨જીબી હાઈ સ્‍પીડ ડેટાની સાથે ૧૦૦ એસએમએસ પણ મળશે. આ પેકની વેલિડિટી ૧૫૦ દિવસની છે. આ પ્‍લાનને મેળવવા માટે ગ્રાહકે ૧૨ જૂનથી લઈને ૨૬ જૂન દરમિયાન રિચાર્જ કરાવવું પડશે.

BSNLએ ગયા વર્ષે પણ ઈદ પર ૭૮૬ રૂપિયાવાળો પ્‍લાન રજૂ કર્યો હતો પરંતુ આ વખતે કંપની વધુ ફાયદા આપી રહી છે. ગયા વર્ષે પ્‍લાનની વેલિડિટી માત્ર ૯૦ દિવસની જ હતી અને દરરોજ ૩જીબી ડેટા આપવામાં આવી રહ્યો હતો. જેમાં ગ્રાહકોને ફ્રી એસએમએસ નહોતા મળી રહ્યા. અગાઉ ફીફા વર્લ્‍ડકપને ધ્‍યાનમાં રાખીને બીએસએનએલએ ૧૪૯ રૂપિયાવાળો પ્‍લાન રજૂ કર્યો હતો. જે અંતર્ગત ફીફા વર્લ્‍ડકપ દરમિયાન (૧૪થી ૧૫ જુલાઈ) ગ્રાહકોને દરરોજ ૪જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે.

(11:57 am IST)